વાઘોડિયા તાલુકાની સગીરાને સાવલીના વસંતપુરનો યુવક ભગાડી જતા પોલીસ ફરિયાદ
બનેવીના ઘરે રહેતા યુવકે પોત પ્રકાશ્યુ :
મૂળ સાવલી તાલુકાના વસંતપુરનો આરોપી યુવક રાકેશ ઠાકોર વાઘોડિયાના રાયણ તલાવડી ગામે બનાવીને ત્યાં રહેતો હતો આરોપી રંગીન મિજાજનો હોય તાલુકાની એક નાનકડા ગામના 14 વર્ષ અને 10 માસની સગીરાને છેલબટાઊ યુવકે પ્રેમ જાળમાં ફસાવી લગ્નના સપના બતાવી તેના વાલી પનામાંથી તારીખ 15 મે 2024 ના રોજ ભગાડી ગયો હતો.
સગીરાની માતાએ સગીરાને શોધવા આરોપી જ્યાં રહેતો હતો ત્યાં રાયણતલાવડી ગામે તેના બનેવીને ત્યાં તપાસ કરતા તેના બનાવી પણ સાળાએ કરેલા કૃત્ય બાદ ગામ થોડી જતો રહ્યો હતો. જે બાદ દીકરીને શોધવા પહોંચેલી સગીરાની માતા સાવલી તાલુકાના વસંતપુર ગામે પહોંચતા આરોપીની માતાના ઘરે તપાસ કરતા આરોપીની માતા પણ ઘર બંધ કરી ક્યાંક જતી રહેતા,થાકી હારીને સગીરાની માતા પોતાની સગીર દીકરીની સાથે કંઈ ઊચનીચ બને તે પહેલા વાઘોડિયા પોલીસનો સંપર્ક કરી તારીખ 28 9 2024 ના રોજ સાંજે 7:15 વાગે આરોપી રાકેશ ઠાકોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાઘોડિયા પોલીસે સગીરા અને તેને ભગાડિ જનાર યુવક વિરુઘ્ઘ પોલીસ ફરિયાદ નોંધાતા વાઘોડિયા પોલીસે આરોપી અને સગીરાને સુધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.