રસ્તા પર ઉતરી ચક્કા જામ કરવામાં આવ્યો
વડોદરા શહેરના હાથીખાના ગેંડા ફળિયાના રહેવાસીઓ આજે તેમના વિસ્તારમાં સ્વચ્છ અને પૂરતા પીવાના પાણીની અછત સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શન ઉગ્ર બન્યું કારણ કે પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને તેમની દુર્દશા તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે વારંવાર ફરિયાદો કરવા છતાં, અધિકારીઓ તેમને પૂરતું અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યા છે. આ પહેલી વાર નથી જ્યારે વડોદરામાં પાણીની સમસ્યાને કારણે વિરોધ થયો હોય. ભૂતકાળમાં, નાગરવાડા વિસ્તારના રહેવાસીઓ પણ દૂષિત પીવાના પાણીને લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા .
પરિસ્થિતિને કાબુમાં લેવા અને વધુ વકરી ન જાય તે માટે પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ત્યાર બાદ પાલિકાના અધિકારીઓ ને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ હજુ સુધી પ્રદર્શનકારીઓની માંગણીઓનો જવાબ આપ્યો નથી, પરંતુ પોલીસની હાજરીએ તણાવપૂર્ણ વાતાવરણ ને રોક્યું હતું. અને ટ્રાફિક વ્યવસ્થા ને રાબેતા મુજબ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
વિરોધ ચાલુ હોવાથી, અધિકારીઓ રહેવાસીઓની ફરિયાદોનું નિરાકરણ કેવી રીતે લાવશે અને તેમને સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી મળે તેની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
