Vadodara

વડોદરા : સિરામિક ટાઇલ્સની આડમાં લઈ જવાતો રુ.17.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ડ્રાઇવર ક્લીનરની ધરપકડ

સીરામીક ટાઇલ્સના બોક્ષની આડમાં હરિયાણાથી વડોદરા લવાતા રૂ.17.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલા ટેમ્પાને વડોદરા જિલ્લા એલસીબી ની ટીમે આંમલીયારા ગામ પાસેથી ઝડપી પાડયો હતો. વિદેશી દારૂ, ટેમ્પો, સિરામિક ટાઇલ્સ તથા મોબાઇલ મળી રુ 33.44 લાખનો મુદ્દામાલ કબજે કરીને જરોદ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.

દિવાળીના તહેવારમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે અને મોટી માત્રામાં રાજ્ય બહારથી દારૂ મંગાવવા સક્રિય બન્યા છે. જેને લઈને જિલ્લા પોલીસે એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને વિવિધ વિસ્તારમાં દારૂની હેરાફેરી પર સતત વોચ રાખી રહી છે. દરમિયાન 18 ઓક્ટોબર ના રોજ રાત્રિના સમયે જિલ્લા એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે
વિદેશીદારુનો જથ્થો ભરીને એક ટેમ્પો ગોધરાથી વડોદરા તરફ જવનો છે. જેના આધારે એલસીબી ની ટીમે જરોદ પોલીસની હદના આમલીયારા ગામે GEB સ્ટેશન આગળ રોડ ઉપર ગોધરાથી વડોદરા વડોદરા તરફ આવતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને ઉભો રાખી તપાસ કરતા ડ્રાઇવર અને ક્લીનર બેઠેલા હતા. જેથી પોલીસે મુસ્તકીમ કાલુખાન મેવ (રહે. ડુગેજા તા.જી.પુનહાના થાના પનગવા હરીયાણા) તથા અક્રમ જાકીર હુસેન મેવ ( રહે.૨૬૮, સરહેટા ટાવર પાસે પીજારા અલવર રાજસ્થાન)ને સાથે રાખી અશોક લેલન્ડ ગાડી તપાસ કરતા તેમાં સીરામીક ટાઇલ્સના બોક્ષની પાછળના ભાગે સંતાડી રાખેલો રૂ. 17.60 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી જિલ્લા એલસીબીએ દારૂ બે મોબાઈલ, ટેમ્પો રૂા.10 લાખ તથા સીરામીક ગ્લેઝડ ટાઇલ્સના 5.76લાખ મળી રુપિયા 33.44 લાખનો મુદ્દા માલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો. એસ સી બી એ બંને શખ્સોની પૂછપરછ કરતા ડ્રાઇવરના મોબાઈલ ફોન ઉપર ફારૂક મેવ નામના ઈસમે ફોન કરીને હરીયાણાના નુહુથી માલ ભરવાનો છે અને વડોદરા જવાનું હોવાનું જણાવ્યું હતું. જેથી એલસીબીએ ડ્રાઇવર ક્લિનરની ધરપકડ કરી દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top