ભાડુઆત નહિ આવતા અન્ય લોકોના જીવનું જોખમ ટાળવા સિટી પોલીસે નિર્ણય લેવો પડ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે તેવામાં બુધવારે સાંજે વિસ્તારમાં આવેલ સરકારી અનાજના ગોડાઉન નજીક એક બંધ ગોડાઉનમાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું હાલ આ ગોડાઉન બંધ હોય એપીકેટના જવાનું હોય ગોડાઉનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જ્યારે આગ કયા કારણોસર લાગી તેનું કારણ પણ જાણવા મળ્યું ન હતું.
દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સબફાયર ઓફિસરે જણાવ્યું હતું કે સિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ તરફથી મેસેજ આવ્યો હતો કે સરકારી અનાજ ગોડાઉનની બાજુમાં એક દુકાનમાં આગી લાગી છે અને ગોડાઉન છે. જેથી ત્યાં પહોંચી ગયા હતા. સ્થળ ઉપર તપાસ કરતા બહાર લોક માર્યું છે અને કંઈક એમની કોર્ટ મેટર ચાલી રહી છે. એટલે અમે ઉપર બાજુની અગાસી ઉપરથી કુલિંગ કરવાનો પ્રયાસ કર્યો, પણ પાણી જે જગ્યાએ આગ લાગી હતી. ત્યાં પાણી પહોંચી શકતી ન હતું. તેથી લોક તોડવાની ફરજ પડી. પોલીસની હાજરીમાં તાડુ તોડ્યું અને આગને કંટ્રોલમાં લઈ લીધી છે. કારણ તો જાણવા નથી મળ્યું પણ અંદર પ્લાસ્ટિક બેગોનું મટીરીયલ પડી રહ્યું છે. જયારે સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, અમે આવ્યા ત્યારે ફાયર બ્રિગેડના માણસો ઉભા હતા. પરંતુ ગરત્ન આગળના ભાગે ગોડાઉન ત્યાં આગળના ભાગે લોક મારેલું હતું. એટલે અંદર દિવાલ ઊંચી હતી. અંદર જઈ શકાય તેવું ન હતું. અને અંદરના ભાગે પણ શેડ બનાવ્યો હતો. એટલે અંદરના ભાગે જ્યાં આગ લાગી હતી. ત્યાં પ્લાસ્ટિકની બેગો હતી. એમાં આગ લાગી હતી. પાણીનો છંટકાવ થઈ શકે એવો ન હતો. એટલે આગ લાગી એટલે ગોડાઉનને લોક જે મારેલું હતું. અહીંના જે ભાડુઆત છે અને જેને વેચાણ રાખેલ છે. એ લોકોને ભાડુઆતને ફોન કરવા છતાં 10-15 મિનિટમાં આવું પણ આજુબાજુમાં નુકસાન થયું હતું. એટલે લોક તોડીને ફાયર બ્રિગેડના જવાનો મારફતે આગ બુજાવી નાખેલ છે. તેમ વી.વી. ઝાલા પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું.