ગંભીર રીતે ઘવાયેલા યુવકને સયાજી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા
પ્રતિનિધિ વડોદરા તા.1
એક બાજુ સયાજીગંજ પોલીસ આરોપીઓ હથિયાર લઈને આવ્યા હોવા છતાં એફઆઇઆરમાં ઉલ્લેખ નહિ કરીને તેમને બચાવવાનો પ્રયાસ કરી વિવાદમાં આવી હતી. ત્યારે પોલીસ ફરીવાર વિવાદમાં સપડાઈ છે જેમાં વેપારીઓ મોડી રાત સુધી લારીઓ ચલાવતા હોય બંધ કરાવવા સયાજીગંજ પોલીસ ગઈ હતી ત્યારે વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં આમલેટ ની લારી વાળો યુવક પકડાઈ જતા તેના પોલીસ કર્મચારીઓએ દંડાથી માર માર્યા બાદ રોડ ઉપર ઢસેડ્યો હતો. જેમાં યુવકને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાને પગલે ડીસીપી, એસીપી પીઆઇ સહિતના અધિકારીઓમાં દોડી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. માર માર ત્રણ પોલીસ કર્મચારીને ઝડપી પડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આગામી લોકસભાની ચૂંટણી લઈને આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે જેને લઈને પોલીસ દ્વારા વડોદરા શહેરમાં મોડી રાત સુધી ચાલતી લારીઓ બંધ કરાવવા કાર્યવાહી કરતી હોય છે. સયાજીગંજ વિસ્તારમાં વેપારીઓ દ્વારા ખાણીપીણીની લારીઓ મોડી રાસ સુધી ખુલ્લી રાખવામાં આવતી હોય મંગળવારે મોડી રાત્રે સયાજીગંજ પોલીસની ટીમ લારીઓ બંધ કરાવવા માટે પહોંચી હતી. ત્યારે પોલીસ વાનને જોઈને વેપારીઓ સહિતના ગ્રાહકોમાં દોડધામ મચી જવા પામી હતી. પરંતુ એ વન ફૈઝાન આમલેટ ની લારી ચલાવતો ફૈઝાન નામનો યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ પીસીઆર માં આવેલા પોલીસ કર્મચારીઓએ યુવકને દા
દંડાથી માર માર્યા બાદ રોડ પર ધસેડ્યો હતો. જેના કારણે યુવક ગંભીર રીતે ઘવાઈ જતા તેને પહેલા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા યુવક ની હાલત ગંભીર હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જેથી યુવકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા યુવકને દંડાથી માર માર્યો હોય ઉપરાંત જાણે કોઈ મોટો આરોપી હોય તે રીતના રોડ પર બેરહેમી પૂર્વક ઘસેડ્યો હોય તેને માથામાં 15 જેટલા ટાંકા આવ્યા હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.ઘટનાને લઇ ડીસીપી ઝોન 1 જુલી કોઠીયા, એ ડિવિઝન એસીપી ડીજે ચાવડા અને પી.આઈ સહિતનો સ્ટાફ ખાનગી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. યુવકને માર માર્યાની ઘટનાને પગલે પોલીસ સામે લારી ધારકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. યુવકને માર મારનાર ત્રણ પોલીસ કર્મચારીઓને ઝડપી પાડ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
વડોદરા : લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસે આમલેટની લારીવાળા યુવકને માર માર્યા બાદ રોડ ઉપર ઢસેડ્યો
By
Posted on