કેરિયર પોલીસને જોઈ ગાંજો ભરેલી બેગ બિનવારસી હાલતમાં મૂકી ભાગી ગયો
વડોદરા તારીખ 20
વડોદરા રેલવે સ્ટેશનના ફોન નંબર બે પર બિનવારસી મળી આવેલા ટ્રોલી બેગમાંથી રુ.1.21 લાખનો 12.130 કિલોગ્રામ પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે બેગમાં ગાંજો લાવનાર કેરિયર પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. જેથી સીસીટીવી ફૂટેજના કેરિયરની શોધખોળ હાથ ધરાઈ છે.
પશ્ચિમ રેલવેમાં રોજ ટ્રેનોમાં દોડતી રહે છે જેમાં કેટલાક શખ્સો દ્વારા આ ટ્રેનોમાં મુસાફરી કરીને નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી કરતા હોય છે. ત્યારે ટ્રેનોમાં ચાલતી નશાકારક વસ્તુઓની હેરાફેરી ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવે છે. જ્યારે 19 જુલાઈના રોજ રેલવે પોલીસ તથા એસ ઓ જી એસ ઓ જીનો સ્ટેશન પર પેટ્રોલિંગની કામગીરી કરી હતી. તે દરમિયાન રેલવે એનાઉન્સમેન્ટ દ્વારા કોલ મળતા પોલીસની ટીમ પ્લેટફોર્મ નંબર 2 પર પોલીસ પહોંચતા એક ટ્રોલી બેગ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસને શંકા જતા તાત્કાલિક એફ એસ એલ ની ટીમને સ્થળ પર બોલાવી લેવામાં હતી. જેથી એફએસએલની ધીમે દોડી આવી ટ્રોલી બેગ ખોલી ચેક કરતાં તેમાંથી ગાંજા ના છ જેટલા પેકેટો મળી આવ્યા હતા. જેથી પોલીસે રુ.1.21 લાખનો 12.130 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો અને આસપાસના વિસ્તારમાં મૂકી જનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી પરંતુ આ વ્યક્તિ મળી આવ્યો ન હતો. પ્લેટફોર્મ નંબર 2 પર પોલીસને જોઈને જોતા જ ધરપકડથી બચવા માટે ટ્રોલી બેગ બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. રેલવે પોલીસે રૂપિયા 1.21 લાખનો ગાંજો કબજે લઈને ફરાર થઈ ગયેલા કેરિયર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને રેલવે સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના પરથી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.