વડોદરામાંથી ભાડે ફેરવવા માટે લીધેલી કાર માલિકની જાણ બહાર બારોબાર મધ્યપ્રદેશમાં વેચાણ રૂ. 3.50 લાખ મેળવી ઠગાઇ આચરી હતી. ત્યારે આ ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે સનફાર્મા રોડ પરથી ઝડપી પાડી પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી શાંતિવન સોસાયટીમાં રહેતો અવાઉર રહેમાન ઉર્ફે અતે સાકીર મેમણે ઝુમકાર ઇન્ડિયાં પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓનલાઇન 10 લાખની કાર બુકિંગ કરાવી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2023મા કાર ભાડે ફરાવવા માટે લઇ ગયો હતો. પરંતુ તેણે સાગરિતો સાથે મળી કાર માલિકની જાણ બહાર બારોબાર કાર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ ખાતે રૂ.3.50 લાખના વેચાણ આપી દીધી હતી. કાર માલિકે વારંવાર તેમની પાસે કારની માગણી કરવા છતાં પરત આપતો ન હતી. જેથી તેના વિરુદ્ધ જોબટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વડોદરા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ કાર કબજે કરાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ 8 નવેમ્બરના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સનફાર્મા રોડ બ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં અતાઉર રહેમાન ઉર્ફે અતો સાકીર મેમણને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા અલીરાજપુર જિલ્લાના જોબટ પોલીસ સ્ટેશનના ઠગાઇના ગુનામાં સંડોવણી બહાર આવી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે જોબટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપી અતાઉર રહેમાન ઉર્ફે અતો મેમણ વિરુદ્ધ ભાડેથી મેળવેલા વાહનો બારોબાર વેચી અથવા ગીરવી મુકી સગેવગે કરવાના 8 ગુનાનામાં તેમજ વિદેશી દારૂ હેરાફેરી કરવા સાથે જાહેરનામા ભંગના સહિત 11 ગુના જે પી રોડ, વાડી, અમદાવાદ ચાંદખેડા, મકરુપાર, બાપોદ, બોડેલી, ગોત્રી, પાણીગેટ તથા મુંબઇ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા છે