Vadodara

વડોદરા : પોલીસ કમિશનર દ્વારા SHASTRA Schemeનો પ્રારંભ, સાંજના 6થી રાત્રીના 12 સુધી વિવિધ પેટ્રોલિંગ કરશે

વડોદરા શહેરમાં પોલીસે ગુના સંબંધી ડેટાના એનાલિસીસ કરતા એવી વિગતો જાણવા મળી છે કે, શરીર સંબંધી બનતા ગુના મોટાભાગે સાંજે 6 થી રાત્રીના 12 વાગ્યા સુધીમાં બનતા હોય છે. શરીર વિરુદ્ધના ગુના બનતા અટકાવવા હેતુ પોલીસ કમિશનર દ્વારા SHASTRA Schemeનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરના પોલીસ સ્ટેશનનો પૈકીના જ્યાં ગુનાઓનું પ્રમાણ વધારે છે તેવા સાત પોલીસ સ્ટેશન વિસ્તારોની સાથે સાથે સમગ્ર શહેર વિસ્તારમાં શરીર વિરુદ્ધના ગુનાઓ બનતા અટકાવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા SHASTRA Scheme (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રારંભ કરવામાં આવ્યો છે. આ Scheme અંતર્ગત સાંજના 6થી રાત્રીના 12 વાગ્યા સુધી શહેરના તમામ પોલીસ સ્ટેશનની શી ટીમ, સર્વેલન્સ સ્ટાફ, પેટ્રોલિંગ વાન, મોટર સાયકલ અને સ્કૂટર ઉપર તેમજ ફૂટ પેટ્રોલિંગની જુદી જુદી ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. શહેર ક્રાઈમ બ્રાંચ, SOG, PCB, મહિલા તેમજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પણ આ સમય દરમ્યાન સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન જો કોઈપણ પ્રકારના ઝઘડા, તકરાર કે Physical Assaultના કિસ્સા ધ્યાને આવશે તો પોલીસ દ્વારા Quick Response આપવામાં આવશે અને બનાવ કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ અટકાયતી પગલાઓ ભરવામાં આવશે. વડોદરા શહેરમાં આવેલા પોલીસ સ્ટેશન પૈકી 7 માંજલપુર, ગોરવા, ફતેગંજ, મકરપુરા, પાણીગેટ, કપુરાઈ, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 ટકાથી વધુ ગુનાઓ સાંજના સમયે બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાને આવ્યુ છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા ડિટેઇલ એનાલીસીસને અંતે શરીર સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા માટે હોટ સ્પોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SHASTRA પ્રોજેક્ટ અમલમાં મુકી ઇવનિંગ પોલિસીંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

Most Popular

To Top