Vadodara

વડોદરા : નશેડીનો જાહેરમાં પેશાબ કરતા વિડીયો વાયરલ

નશામાં ધૂત બાઈક ચાલકે ટ્રાફિક સિગ્નલ પર બાઈક ઊભી રાખીને શરમજનક હરકત કરી, ગોરવા પોલીસે સલૂન ચલાવતા યુવકને ઝડપી પાડી ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા


વડોદરા તા.31

વડોદરા શહેરમાં આવેલા ગેંડા સર્કલ પર ટ્રાફિક બંધ હતો ત્યારે એક નશેડી યુવક જાહેરમાં પેશાબ કરી રહ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર બાઈક ઊભી રાખીને શરમજનક હરકત કરી હતી ત્યારે નાગરિકે કહ્યું હતું કે આ 99.99% પીધેલો છે અને તેનો વિડિઓ મોબાઇલમાં ઉતારિ વાયરલ કરી નાખ્યો હતો. જેથી પોલીસ દોડતી થઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો અને કાન પકડાવી ઉઠક બેઠક કરાવડાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા.
વડોદરા શહેરના અતિ વ્યસ્ત રહેતા ટ્રાફિક સર્કલ પર મંગળવારે રાત્રે ટ્રાફિક સિગ્નલ બંધ હતો ત્યારે એક બાઈક ચાલક નશો કરેલી હાલતમાં બાઇક પરથી ઉતર્યો હતો અને લોકોની ભીડ વચ્ચે જાહેરમાં બેશરમની જેમ પેશાબ કરવા લાગ્યો હતો ત્યારે ટ્રાફીકમાં ઉભેલા વાહન ચાલકો પૈકી એક નાગરીકે પીધેલાનો વિડિઓ મોબાઇલમાં ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો હતો. ગોરવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વિડીયોની જાણ થઈ હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસે એક્શનમાં આવી આ વીડીયો પરથી જાહેર સ્થળે નશાની હાલતમાં શરમજનક હરકત કરતા ગણેશ દિનકર સોનવણે (ઉં.વ. 26 રહે. રાજલક્ષ્મી ટેનામેન્ટ,લક્ષ્મીપુરા, વડોદરા)ને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને તેની બાઇક જપ્ત કરી છે અને તેને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી. ઉલ્લેખનીય છે કે યુવક વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં સલૂન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top