Vadodara

વડોદરા : નંદેસરી બ્રિજ પર ટ્રક ચાલકે સફાઈ કર્મીઓને અડફેટે લીધા, ચાર ઘાયલ

નંદેસરી બ્રિજ ઉપર કચરો સાફ-સફાઈ કરતી વખતે ટ્રકના ચાલકે સર્જ્યો અકસ્માત : ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

હાઇવેની એમ્બ્યુલન્સ મારફતે 4 ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

વડોદરા શહેર નજીક નંદેસરી બ્રિજ ઉપર સાફ-સફાઈની કામગીરી કરી રહેલા સફાઈ કામદારોને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા ઈજાગ્રસ્ત થયેલા સફાઈ કર્મચારીઓને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલકે અકસ્માત સર્જતાં ટ્રક પણ ડિવાઈડર પર ચડી ગયો હતો. જ્યારે ટ્રેકટરને પણ ભારે નુકસાન થયું હતું.

વડોદરા શહેર નજીક આવેલ નંદેસરી બ્રિજ ઉપર સફાઈ કામદારો સાફ-સફાઈની કામગીરી કરી રહ્યા હતા. આ કામગીરીમાં સફાઈ કામદારો બ્રિજ ઉપરથી કચરો સાફ કરી આ કચરાને કચરાના ટ્રેક્ટરમાં ભરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે બ્રિજ ઉપર સફાઈની કામગીરી કરી રહેલા ચાર જેટલા સફાઈ કર્મચારીઓને અને ટ્રેક્ટરને પણ અડફેટમાં લીધું હતું. ટ્રકે અડફેટમાં લેતા ચાર સફાઈ કર્મચારીઓને ગંભીર જાઓ પહોંચી હતી. જ્યારે ટ્રક પણ ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત થયેલા સફાઈ કર્મચારીઓને હાઈવે એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે જડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે. બચી ગયેલા સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું કે, નંદેસરી બ્રિજ ઉપર ટ્રક વાળો બેફામ આવ્યો હતો. અમે સફાઈ કામ કરી રહ્યા હતા 6 જણા હતા જેમાંથી અમે બે જણા બચી ગયા છે. આ ચાર જણા ટ્રકના અડફેટમાં આવી ગયા, ટ્રક એકદમ ફૂલ ઝડપે આવી રહી હતી. નંદેસરી બ્રિજ ઉપર આ ઘટના બની હતી. મોટી ટ્રક હતી તેમ સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું.

Most Popular

To Top