Vadodara

વડોદરા: દેથાણ ગામે જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા, ભગવાનની ચક્ષુ, ટીકા સહિત રુ.4.85 લાખ મતાની ચોરી

પ્રતિનિધિ વડોદરા તા. 19
તસ્કરોને હવે ભગવાનનો પણ ડર રહ્યો નથી. મંદિરો અને જૈન દેરાસરને પણ નિશાન બનાવી રહ્યા છે. કરજણ તાલુકાના દેથાણ ગામે આવેલા જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ. 4.20 લાખના ભગવાનની સોનાની ચક્ષુ, ટીકા તથા દાનપેટી તોડી તેમાંથી રોકડા 65 હજાર મળી રુ. 4.85 લાખની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઓએનજીસીના ડેપ્યુટી મેનેજર અને જૈન દેરાસરના ટ્રસ્ટીએ ચોરીની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા આદિનાથ ડુપ્લેક્સમાં રહેતા પરિમલભાઈ ચીનુભાઈ શાહ ઓએનજીસી વડોદરા ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે તેમજ દેથાણ ગામે શ્રી શત્રુંજય યુગાદિદેવ દિવ્ય વસંતધામ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. 27 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે તસ્કરોએ દેથાણ ખાતે આવેલા શ્રી શત્રુંજય યુગાદિદેવ દિવ્ય વસંતધામ જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચોરોએ દેરાસરના મુખ્ય દરવાજાને મારેલું તાળું તોડ્યા બાદ તસ્કરો અંદર ઘુસ્યા હતા અને ભગવાનની મૂર્તિઓના ચક્ષુ તથા કપાળના ઉપરના ટીકાઓ ઉપરાંત દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દેરાસરના મેનેજર અજયભાઈએ બીજા દિવસે સવારે પરિમલ શાહને ફોન કરી ચોરી અંગે જાણ કરતા તેઓ ટ્રસ્ટી ગૌતમભાઈ હસમુખભાઈ શાહ તથા પંકજકુમાર રમેશચંદ્ર શાહ સાથે તાત્કાલિક દેરાસર ઉપર આવવા નીકળી પહોંચી ગયા હતા હતા. ત્યારે દેરાસર ના દરવાજાનું કાળુ તસ્કરો તોડી નાખેલું હતું. જેથી તેઓએ મંદિરમાં તપાસ કરતા સ્થાપના કરેલી ભગવાનની મુર્તિઓના સોનાની બોર્ડર વાળા ચક્ષુ તથા ડાયમંડની બોર્ડર વાળા તિલક રૂ.4.20 લાખ દાનપેટી પણ તોડી તેમાંથી રોકડા રુપિયા 65 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી ઓએનજીસીના ડેપ્યુટી મેનેજરે કરજણ પોલીસ સ્ટેશનમાં 4.85 લાખ ની માલમત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું વગેરે મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top