સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં શહેરોમાં દારૂબંધી હોવા છતાંય કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં દારૂ વેચાતો નહીં હોય કે પીવા તો પણ નહીં હોય. આ બાબતે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠતા હોય છે.
વડોદરા શહેર કે જિલ્લાની વાત કરીએ તો રોજબરોજ શહેર પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા દારૂના જથ્થા પકડવામાં આવે છે અને કેટલાય લોકોને પીધેલી હાલતમાં પણ પકડવામાં આવે છે.
પણ હવે તો હદ પતી ગઈ છે કેમકે વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ના સંકુલમાંથી જ દારૂની ખાલી બોટલ મળી આવી છે. જેથી શંકાઓ ઉભી થાય છે કે સરકારી કચેરીઓમાં જ લોકોએ અથવા તો અધિકારીઓએ દારૂનું સેવન શરૂ કર્યું છે. અને જે સરકાર લોકોને દારૂબંધી વિશે સલાહ સૂચનો આપે છે તે જ સરકારની જિલ્લા પંચાયત કચેરીમાં દારૂની બોટલ મળી આવી તે કેટલું યોગ્ય છે ? શું લોકોને પોલીસનો ડર નથી રહ્યો.? શું વડોદરા જિલ્લા પંચાયતની કચેરીમાં સીસીટીવી કેમેરા નથી લગાડવામાં આવ્યા ? અને જિલ્લા પંચાયતની કચેરીમાં જે જગ્યાએથી ખાલી દારૂની બોટલ મળી આવી હતી તે જગ્યા પર સરકારી અધિકારીઓ ની ગાડી નખાયેલ નામની પ્લેટો પણ પડી હતી. એનો મતલબ એ છે કે વડોદરા જિલ્લા પંચાયતની કચેરીમાં દારૂ તો પીવાયો છે પરંતુ દારૂની બોટલ નો નિકાલ કરવામાં કોઈના દ્વારા ભૂલ થઈ ગઈ હતી.