ઉત્તરાયણના તહેવાર દરમિયાન બૂટલેગરોનો પ્લાન ફ્લોટ કરતી છાણી પોલીસ
પ્રતિનિધિ વડોદરા તા.11
છાણી વિસ્તારમાં આવેલી રામાકાકાની ડેરીની સામેની ગલીમાંથી કન્ટેનરમાં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ જથ્થો લવાયો હતો. પરંતુ દારૂનું કટિંગ થાય તે દરમિયાન છાણી પોલીસ તથા એલસીબી ઝોન-1ની ટીમે સંયુક્ત રીતે રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂ રૂ. 18.67 લાખ,કન્ટેનર રૂ.12 તેમજ કાર રૂ.9 લાખ ચોખાના કટ્ટા રૂ.10.62 લાખ સહિત રૂ. 50.51 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો મોટી માત્રા જથ્થો રાજ્ય બહારથી મંગાવે છે. પરંતુ શહેર પોલીસ દ્વારા દારૂની હેરાફેરી પર સીસીટીવી કેમેરાની જેમ બાજ નજર રાખી રહી છે અને બુટલેગરોના દરેક મનસુબા પર પાણી ફેરવી રહી છે. તાજેતરમાં પીસીબી પોલીસે પણ મોટી માત્રામાં ખેડા લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે
છાણી પોલીસે છેલ્લા ઘણા દિવસોથી દારૂની હેરાફેરી પર સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. ત્યારે ફરી છાણી વિસ્તાર રામાકાકા ડેરીની સામે આવેલી ગલીમાંથી ચોખાની થેલીઓની આડમાં સંતાડીને કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લવાઇ રહ્યો છે. આ દારૂનો જથ્થો બુટલેગર મોહનસિંગ રણવીરસિંગ શેખાવત (રહે.કરોડીયા)એ મંગાવ્યો છે અને ત્યાંથી વિદેશી દારૂનું કટિંગ કરવામાં આવનાર છે. તેવી મળેલી બાતમીના આધારે છાણી પોલીસ તથા એલસીબી ઝોન-1ની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેઇડ કરી હતી. કટિંગ કરતા પહેલા ત્યારે સ્થળ પરથી વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક શખ્સ ઝડપી પાડ્યો હતો.
પોલીસે ચાલકને નીચે ઉતાર્યા બાદ તેને સાથે રાખીને કન્ટેનરમાં તપાસ કરી હતી ત્યારે વિદેશી દારૂની બોટલ અને ક્વાટર નંગ 5844 મળી આવ્યાં હતા. જેથી રૂપીયા 18.67 લાખનો વિદેશી દારૂ, કન્ટેનર રૂ.12 લાખ તથા કન્ટેનર તેમજ ચોખાના કટ્ટા સહિત રૂપિયા 50.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂ મંગાવનાર લિસ્ટેડ બુટલેગર તથા મોકલનાર સહિતના બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પકડાયેલુ આરોપીનુ નામ અને સરનામુ :
- સાકીર નીઝરમોહમ્મદ ખાન રહે. મસ્જીદની પાસે. કુકરપુરી ગામ, તા.પહાડી કુકરપુરી, જી.ભરતપુર રાજસ્થાન
વોન્ટેડ આરોપીઓનુ નામ અને સરનામુ : - મોહન રણવીરસિંગ શેખાવત (રહે. કરોડીયા, વડોદરા શહેર)
- ફારુક
કબ્જે કરવામાં આવેલો મુદ્દામાલ : - રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ- 360 રૂપીયા 4.68 લાખ
- ઓલસીઝન્સ ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-252 રૂપીયા 3.52 લાખ
- ઓલ સીઝન્સ ગોલડન કલેકશન રીઝર્વ વ્હીસકી ક્વાટર નંગ- 1344 રૂપીયા 2.68 લાખ
- રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ક્વાટર નંગ – 2544 રૂપીયા 5.08 લાખ
- રોયલ સ્ટેગ પ્રીમીયમ વ્હીસ્કી ક્વાટર નંગ- 1244 રૂપીયા 2.68 લાખ
- અશોક લેલન કન્ટેનર રૂપિયા 12 લાખ
- કીઆ સેલટોસ કાર રૂપિયા 9 લાખ
- ચોખાની બેગો નંગ -800 રૂપિયા 10.92 લાખ
- મોબાઇલ રૂ.2 હજાર
કુલ મુદ્દામાલ રૂપિયા 50.61 લાખ