સિટી વિસ્તાર બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વડોદરા જિલ્લામાં સપાટો બોલાવ્યો
વડોદરા તારીખ 1
વડોદરા જિલ્લાના કરજણમાં ગેરકાયદે જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં બે કિશોર સહિત 16 ખેલી આબાદ ઝડપાઈ ગયા હતા. જ્યારે જુગાર રમાડનાર મુખ્ય આરોપી સહિત 3 જણા ભાગી જતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. એસએમસી દ્વારા સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 65 હજાર અને 13 મોબાઇલ સહિત રૂપિયા 1.32 લાખનો મુદ્દા માલ કબજે કરી કરજણ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતા જુગાર પર તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારબાદ એસએમસી વડોદરા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા દારૂ અને જુગાર પર નજર રાખી રહી હતી. તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે વડોદરા જિલ્લાના કરજણ ખાતે ભાથુજીના મંદિરની સામે રબારીવાસની ખુલ્લી જગ્યામાં મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને જુગાર રમી રહ્યા છે. જેના આધારે એસએમસી પીએસઆઈ સહિતની ટીમે બાતમી મુજબના સ્થળ દરોડો પાડ્યો હતો. જેના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં સ્થળ પરથી બે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સહિત 16 ખેલી આબાદ ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગજડતી કરતા તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂપિયા 65 હજાર, 13 મોબાઈલ, અને 4 કેલકયુલેટર મળી રૂપિયા 1.32 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે જુગાર રમાડનાર મુખ્ય આરોપી સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 14 આરોપીઓ સહિતનો મુદામાલ કરજણ પોલીસને સોંપવામાં આવ્યો છે.
ઝડપાયેલા જુગારીઓના નામ
(1) રાકેશ ઉર્ફે ખન્નો અમરતજી ઠાકરડા (રહે.- ઠાકોરવાસ, કરજણ વડોદરા )
(2)શનિ પ્રભાતજી ઠાકરડા(રહે-ઠાકોરવાસ નવાબજાર કરજણ વડોદરા)
અશોકજી સોમાજી ઠાકોર (રહે-નવાબજાર ઈન્દિરાનગરી કરજણ વડોદરા )
(4) વિઠ્ઠલ ભયાજી ઠાકરડા (રહે.-સંતોષનગર કરજણ વડોદરા )
(5)સંદિપકુમાર પૃથ્વીરાજ ત્રિવેદી (રહે.-102 અનારકુંજ ગોત્રી રોડ, વડોદરા )
(6)નરેશ વિરમજી ઠાકોર (રહે-રબારીવાસ, હાથીબાગ, કરજણ વડોદરા )
(7) અમરતભાઈ વાઘાજીભાઈ ઠાકોર (રહે.-નવાબજાર હાથીબાગ, કરજણ વડોદરા)
(8)જય રોહિત ઠાકરડા (રહે.-નવાબજાર હાથીબાગ , કરજણ વડોદરા )
(9)સોમાભાઈ મંગળભાઈ પાટણવાડીયા (રહે.-મિયામાતર, આમોદ, ભરૂચ)
(10)ગૌતમ ગણપત ઠાકરડા (રહે.-ઠાકોરવાસ હાથીબાગ, કરજણ વડોદરા)
(11) નટુભાઈ ચંદુભાઈ રાઠોડ( રહે – ખાવત નવીનગરી, કરજણ વડોદરા )
(12) મુકેશ બહાદુર દેવીપૂજક (રહે. N.H.-8 પેટ્રોલ પંપ પાસે, કરજણ વડોદરા) M-7041137432
(13)શૈલેષ મહેન્દ્ર વસાવા (રહે-નવી જીથેરી, કરજણ, વડોદરા)
(14) વિશાલ મહેશ ચિથરીયા (રહે.-જલારામ ક્રોસ રોડ પાસે, કરજણ, વડોદરા)
(15) કાયદા સાથે સંઘર્ષમાં રહેલું બાળક
(16) કાયદા સાથે સંઘર્ષમાં રહેલું બાળક
વોન્ટેડ આરોપીઓ
(1) રાજુ શિવાજી ઠાકોર (રહે-હાથીભાઈ, રબારીવાસ, કરજણ વડોદરા) (મુખ્ય આરોપી)
(2) એઝાદ ઇલિયાસ મીર
(રહે – હાથીબાગ, નવાબજાર, કરજણ વડોદરા )
(3) મહેશ વિરમ ઠાકોર (રહે.-હાથીબાગ, નવાબજાર કરજણ વડોદરા)