Vadodara

વડોદરા : આધાર હોસ્પિટલમાં નર્સ પર દુષ્કર્મ ગુજારનાર અસરફ ચાવડાની ધરપકડ

પોલીસ દ્વારા આરોપી અને યુવતીના મેડિકલ કરાવવવાની તજવીજ, હોસ્પિટલના અન્ય કોઇ સ્ટાફની સંડોવણી છે તેની પણ તપાસ કરાશે

પ્રતિનિધિ વડોદરા તા.17

ગોરવા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલી આધાર હોસ્પિટલમાં નર્સ પર રેડિયોલોજી વિભાગમાં નોકરી કરતા કર્મી દ્વારા ત્રીજા માળ પર લઇ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાઇ છે ત્યારે આગામી દિવસોમાં બંનેના મેડિકલ કરવા સાથે આરોપીના રિમાન્ડની પણ તજવીજ કરાશે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આધાર ઓર્થોપેડિક હોસ્પિટલ આવેલી છે. જેમાં ગત મહિને જ 22 વર્ષીય યુવતી સ્ટાફ નર્સ તરીકે નોકરી પર લાગી હતી. હોસ્પિટલમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં અસરફ ચાવડા નોકરી કરતો હતો. અસરફ ચાવડા પરીણીત છે અને હોસ્પિટલના ચોથા માળ પર પરિવાર સાથે રહે છે. દરમિયાન વાસી ઉત્તરાયણના દિવસે યુવતી પોતાનું કામ કરી રહી હતી ત્યારે અસરફ યુવતીને જબરદસ્તી કરીને ઉચકીને ત્રીજા માળ પર ઓપરેશન થિયેટરમાં લઇ ગયો હતો અને તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા અને કોઇ આ બાબતની વાત કરીશ તો તારા રિલેશનશીપની જાણ તારા માતા પિતાને કરીશ તેવી ધમકી પણ આપી હતી. જેથી યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તથા એટ્રોસિટીની ફરિયાદ ગોરવા પોલીસમાં કરવામાં આવી હતી. પોલીસે આરોપી અસફર ચાવડાની આખરે ધરપકડ કરી હતી . ત્યારે પોલીસ દ્વારા યુવતી અને આરોપીના મેડિકલ કરાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આરોપીની વધુ પુછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. – ઘટનાની લવજેહાદના એંગલથી પણ તપાસ કરાશે આધાર હોસ્પિટલમાં નર્સ સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં પોલીસ દ્વારા ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ઉપરાંત ત્યાં નોકરી કરતા અન્ય કર્મચારીઓ અને યુવતીના પરિવારજનોના પણ નિવેદનો લેવાશે. આરોપી 10 વર્ષથી નોકરી કરતો હોય ગુનાને અંજામ આપવા માટે કોઇની મદદ લીધી હતી. પોલીસ દ્વારા લવ જેહાદના એંગલથી પણ તપાસ કરાશે. જે સી કોઠિયા, ડીસીપી ઝોન-1

– હોસ્પિટલના ડોક્ટરને જાણ કરાઇ હોવા છતાં ધ્યાન નહી અપાયું

યુવતીને નોકરી પર લાગ્યાને એક મહિના જેટલો સમય થયો છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અસરફ ચાવડાની યુવતી નજર જ્યારથી નોકરી પર લાગી હતી ત્યારે બગડી હતી. દુષ્કર્મની ઘટના અંગે હોસ્પિટલના ડોક્ટરને તથા ત્યાં નોકરી કરતી લેડીઝ સ્ટાફને જાણ કરી હોય પરંતુ કોઇ દ્વારા ધ્યાન નહી આપવામાં આવ્યું હોય પહેલા 181 અભયમ તથા ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.   

Most Popular

To Top