વડોદરા તા.14
અમેરિકા તથા કેનેડા ખાતે યુનિવર્સિટીની ફી ભરવાનું કહીને બે શખ્સોએ રૂ. 22.50 લાખ પડાવી લીધા હતા. બંને જણાએ યુનિવર્સિટીની ફી ભરી ન હતી પરંતુ ફી ભરી હોવાની ખોટી રીસીપ્ટ ફી પધરાવી દીધી હતી. જેના રૂપિયાની વારંવાર પરત આપવા માંગણી કરી હોવા છતાં તેઓ પરત આપતા ન હતા. જેથી બંને ઠગો સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરાના વાસણા વિસ્તારમાં આવેલા કેયા ડુપ્લેક્સમાં રહેતા દિપકભાઈ કાંતિભાઈ પટેલનો પુત્ર વાસુ અમેરિકા ખાતે આવેલી ટેમ્પલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પરંતુ તેના મિત્ર પાર્થીવ વિનોદ પટેલ તેમના ઘરે અવાર-નવાર આવતો હતો. દરમિયાન તેમના દિકરા વાસુએ યુનિવર્સિટીની ફી ભરવા બાબતે પિતાને કહ્યું હતું. દરમિયાન તેના મિત્ર પાર્થીવ પટેલ તેમના ઘરે આવ્યો હોય તેને તેઓએ ફી ભરવા માટેની વાત કરી હતી. ત્યારે તેણે હું તમને અમેરિકા ખાતે યુનિવર્સિટીની ફી ભર્યા અંગેની રીસીપ્ટ આપીશ તે પછી તમે મને પૈસા આપજો. જેથી તેઓએ પાર્થીવ દિકરાનો મિત્ર હોઈ વાસુની અમેરીકા ટેમ્પલ યુનીવર્સીટીના ઈ-મેઈલ આઈ.ડી તથા પાસવર્ડ આપ્યા હતા. ત્યારબાદ તેણે રુ.15.41 લાખ અમેરિકા ટેમ્પલ યુનિવર્સિટીમાં ફી ભરી હોવાની રસીદ તેમને આપી હતી. જેથી પાર્થીવ પટેલને મે રોકડા તથા ચેકથી રૂ.15.50 લાખ ચૂકવી દીધા હતા. દરમિયાન દિપક પટેલના મિત્ર હરીવદનસિંહ નારાયણસિંહ ચૌહાણએ (રહે.અટલાદરા બીલ કેનાલ રોડ)ની દિકરી ભવ્યા કેનેડા વીન્સર યુનીવર્સીટીમાં માસ્ટર ઓફ કોમ્પ્યુટરમાં અભ્યાસ કરતી હોય તેની પણ કોલેજની ફી રૂ.7 લાખ ભરવા માટે જણાવ્યું હતું. જેથી તેઓએ હરીવદનસિંહનો સંપર્ક પાર્થીવ પટેલ સાથે કરાવ્યો હતો અને તેઓએ પાર્થીવ પટેલને મેઈલ આઈ.ડી તથા પાસવર્ડ આપતા તેને રૂ. 7 લાખ ફી ભરવા કહ્યું હતું. પાર્થિવ પટેલે તમારી દીકરીની ફી ભરાઈ ગયેલાની રીસીપ્ટ બતાવતા મિત્ર હરિવદનસિંહે 7 લાખ રોકડા પાર્થિવ પટેલને ચૂકવી દીધા હતા. એક મહિના પછી દિકરા વાસુનો અમેરીકાથી ફોન આવતા તેણે જાણ કરી હતી કે યુનીવર્સીટીની ફી ભરાઈ નથી અને પાર્થીવ પટેલ ઠગાઈ કરી હોય તેવુ મને લાગે છે. જેથી દીપક પટેલે પાર્થિવને ફોન કરી આ ફી ભર્યા અંગે પુછતા પાર્થીવ પટેલે મે મારા મિત્ર સુમીત જગજીતસિંગ ધારીપાલા ઉર્ફે ચંદ્રકાંત ઉર્ફે ચંદન પાસે ફી ભરાવી હતી જેથી હું સુમીતને પુછીને તમને કહીશ. ત્યારબાદ તેઓએ સુમીત ધારીવાલાનો અમેરીકા ખાતે સંપર્ક કરતા તેણે સ્વીકાર્યું હતું કે તમારા છોકરાની ફી ભુલથી ભરાઈ નથી અને મારા બેંક એકાઉન્ટમાં રીફન્ડ થયા છે. પાર્થીવ પટેલ તથા સુમીત ધારીવાલને તેમના વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરવાનું જણાવતા પાર્થીવ પટેલે સુમીત ધારીવાલાના ખાતાનો રૂ.15.44 લાખનો ચેક આપ્યો હતી.જે ચેક જમા કરાવતા ખાતામાં પુરતા બેલેન્સના અભાવે પરત થયો હતો. દીપકભાઈ પટેલ તથા મિત્ર હરીવદનસિંહે ફીના નાણાની બંને પાસે વારંવાર માંગણી કરી હોવા છતાં પરત નહિ આપી બંને મિત્રો સાથે રુ. 22.50 લાખની છેતરપીંડી કરી છે. જેથી દીપકભાઈ પટેલે બંને ઠગો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.