કલાલી રોડ પર ક્લીન્થા રિસર્ચ નામની લેબોરેટરીનો બનાવ
પ્રતિનિધિ વડોદરા તા. 9
વડોદરા શહેરના કલાલી રોડ પર ક્લીન્થા રિસર્ચ નામની લેબોરેટરીમાં પંચમહાલ જિલ્લાના એક 37 વર્ષીય યુવકનું મૃત્યુ થતાં જ આ રિસર્ચ લેબોરેટરી વિવાદમાં આવી છે. મળતી માહિતી મુજબ ક્લીન્થા રિસર્ચ નામની લેબોરેટરી દ્વારા ગુલાબસિંહ રાઠોડ નામના વ્યક્તિને પૈસાની લોભ લાલચ આપીને તેના પર ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 37 વર્ષ યુવકનું મૃત્યુ થયા બાદ તેના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની બહાર મૃતકના પરિવાર દ્વારા મૃતક યુવક ગુલાબસિંહ રાઠોડ ના પરિવારને યોગ્ય વળતર મળે તેવી માંગણી કરવામાં આવી હતી. જો સરકાર ક્લીન્થા રિસર્ચ જેવી લેબોરેટરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની યોગ્ય તપાસ કરે તો ઘણું બધી વિગતો બહાર આવી શકે છે.
કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આ પ્રકારે ચાલતી લેબોરેટરીઓ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્રકારના ચાલતા કોભાંડો પર ધ્યાન આપવું જોઈએ. રિસર્ચ કરવા માટે યુવકોને થોડા પૈસાની લાલચ આપીને યુવકોના જીવ જોખમમાં મુકવાનું કામ આ પ્રકારની લેબોરેટરીઓ કરતી હોય છે. સરકાર દ્વારા આ પ્રકારે ચાલતી લેબોરેટરી પહેલી તકે તપાસ કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.
વડોદરા:લેબોરેટરીમાં યુવક પર કરાયું ટેસ્ટિંગ અને પછી થયું મૃત્યુ
By
Posted on