Vadodara

વડોદરામાં લવજેદાહ : લગ્ન કરવાની લાલચ આપી લઘુમતિ કોમના યુવકનું હિન્દુ વિધવા પર વારંવાર દુષ્કર્મ….

કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણથી ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો.

કંટાળી વિધવાએ ફરિયાદ નોંધાવતા પાણીગેટ વિસ્તારમાં રહેતા પરીણિત યુવકની ધરપકડ કરી જેલ ભેગો કરાયો

 (પ્રતિનિધિ )વડોદરા તા.17

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. મુસ્લિમ પરીણીત યુવક હિન્દુ વિધવા યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્રણથી ચાર વર્ષના સમયગાળા દરમિયાન યુવકે ધાકધમકી આપીને બળજબરીપૂર્વક વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જો કોઇ આ વાતની જાણ કરીશ તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આખરે કંટાળીને વિધવાએ ફરિયાદ નોંધાવતા ફતેગંજ પોલીસે મુસ્લિમ યુવકની ધરપકડ કરી જેલના હવાલે કર્યો હતો.   

વડોદરા શહેરના સમા રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી યુવતી તેના પતિ સાથે રહેતી હતી. પરંતુ તેમના પત્નીનું અગમ્ય કારણોસર અવસાન થયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી વિધવા જીવન ગુજારતી હતી. તેમની પાસે મછલી ઘર છે જેથી મછલી ઘરના કોઇ રિપેરિંગ સહિતના કામ માટે પાણીગેટ વિસ્તારમાં આર્યુવેદિક ચાર રસ્તા પાસે રહેતો પરીણિત માસહીન ખાન શબ્બીર પઠાણ અવાર નવાર તેમના ઘરે આવતો હતો. જેથી હિન્દુ વિધવાની એકલતાનો લાભ લઈને પ્રેમજાળમાં ફસાવી હતી. વર્ષ 2021થી યુવકે તેને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ વર્ષ 2021થી 31 મે 2024 સુધીમાં સમયગાળા ડરાવી ધમકાવીને યુવતી પર મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. ઉપરાંત આ વાતની કોઇ જાણ કરીશ તો  તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. જેથી કંટાળી ગયેલી વિધવાએ  આખરે 16 જૂનના રોજ લઘુમતિ કોમના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ફતેગંજ પોલીસે મોહસીન પઠાણની તેના વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી હતી. પોલીસ દ્વારા બંનેના મેડિકલ સહિતના કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

– યુવક યુવતીને કેમેરા સામે કપડા કઢાવડાવી નગ્ન થવા મજબૂર કરતો હતો

પાણીગેટ વિસ્તારમાં રહેતો મોહસીન પઠાણ પરીણિત હોવા છતાં વિધવા સાથે પ્રેમ સંબંધ બાધ્યા હતા. યુવતીના ઘરમાં વાઇફાઇ કેમેરા લગાવેલા છે. જેથી વિકૃત વિચારણી ધરાવતા લઘુમતી કોમના યુવક દ્વારા યુવતીને કેમેરા સામે બળજબરીપૂર્વક કપડા ઉતરાવડાવી નગ્ન કરતો હતો. જેને રેકોર્ડિંગ કેમેરા થતું હતું. જો કપડા ઉતારવા આનાકાની કરે યુવતીની માનસિક ટોર્ચર પણ કરતો હતો.

Most Popular

To Top