મહિલાએ સયાજીગંજમાંથી રેસકોર્ષની બીઓબીમાં લઇ જવાનું કહ્યું પરંતુ ચાલકે એક ગેસ્ટ હાઉસ પર લઇ જઇને શરીર સંબંધ બાંધ્યો
રિક્ષાના નંબરના આધારે પોલીસે ચાલકની શોધખોળ હાથ ધરી
વડોદરા રેલવે સ્ટેશન પાસેથી રિક્ષામાં બેસી રેષકોર્ષ વિસ્તારની બેન્ક ઓફ બરોડામાં કામ અર્થે જતી મહિલાને ચાલક જબરદસ્તી કરીને એક ગેસ્ટ હાઉસ પર લઇ ગયો હતો. ત્યારંબાદ ત્યા જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષાના નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનની 39 વર્ષીય મહિલા છેલ્લા બે મહિનાથી અકોટા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને છુટક કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. દરમિયાન ગુરુવારના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં મહિલા સયાજીગંજ વિસ્તારમાં કામ અર્થે આવી હતી અને રેલવે સ્ટેશન પાસેથી રિક્ષા ચાલકને રેષકોર્સ વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડામાં લઇ જવા કહ્યું હતું પરંતુ ચાલક મહિલાને રેષકોર્ષની બીઓબીમા લઇ જવાના બદલે એક ગેસ્ટ હાઉસ પર લઇ ગયો હતો અને ત્યાં બળજબરી કરવા લાગ્યો હતો, પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા તેને રિક્ષા ચાલકે જાનથી મારી નાખવાની ધમકી આપીને ગેસ્ટે હાઉસના દાદર પર જ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાને ત્યાં છોડી ફરાર થઇ ગયો હતો. મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચાલક વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી સયાજીગંજ પોલીસે વિવિધ ટીમો બનાવીને રિક્ષાના નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.