Vadodara

વડોદરામાં રફતારના કહેરથી મોટો અકસ્માત, બુલેટ સવાર બે યુવાનો ઘાયલ

ઓવરસ્પીડ સાથે ઓવરટેક કરવાના ચક્કરમાં આગળ જતી ફોર વ્હીલર ગાડીમાં બુલેટ પર સવાર બે યુવાનો ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત

પ્રતિનિધિ), વડોદરા. તા. 4

વડોદરા શહેરમાં બેફામ રફતારનો કહેર યથાવત રહ્યો છે, જેના પગલે ગંભીર માર્ગ અકસ્માતોનો સિલસિલો પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે રાત્રે લગભગ 10 વાગ્યાના અરસામાં ગોલ્ડન ચોકડીથી હરણી તરફ જવાના માર્ગ પર સ્થિત તૃપ્તિ હોટેલની સામેના વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિ અને ઓવરટેકની લ્હાય બની કારણ. પ્રાથમિક માહિતી અનુસાર, બુલેટ બાઈક જેનો નંબર GJ 06 SG 8113 પર સવાર બે યુવાનો અત્યંત ઝડપી ગતિએ પોતાનું વાહન ચલાવી રહ્યા હતા. અકસ્માત સમયે, યુવાનોએ ઓવર સ્પીડમાં અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ દરમિયાન, બુલેટ સવાર યુવાનોએ વાહન પરનું સંતુલન ગુમાવ્યું હતું અને આગળ જઈ રહેલી એક ફોર-વ્હીલર ગાડી જેનો નંબર GJ 06 PB 9656 સાથે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ફોર વ્હીલર ગાડીનો પાછળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘાયલ યુવાનોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ યુવાનોની તબિયત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ ઘટના ફરી એકવાર યુવાનોમાં બેફામ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે.

Most Popular

To Top