વડોદરા: નવાપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ તેના દીકરા માટે સારવારના નાણા સસરા પાસેથી માંગતા સસરાએ નાણાને બદલે “આપણે એકબીજાને સહયોગ આપીશું.” તેવું જણાવીને જાતીય સતામણી કરતા મહિલાએ અભયમની મદદ થી સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
યુવાન પતિના અવસાન બાદ સ્નેહાબેન(નામ બદલેલ છે.) બાળક સાથે સાસુ સસરા સાથે રહેતા હતા. પરતું સસરાની શરુઆતથી જ દાનત સારી ન હતી. તેઓ ની સાથે રહેવુ એ સ્નેહાબેનની મજબૂરી હતી. જે બાબત સસરા સારી રીતે જાણતા હોવાથી તેનો લાભ લેવા માંગતા હતા. આ બાબતે વિધવા પુત્રવધુએ સાસુને જણાવતાં તેઓ પણ તેની જ ભુલ કાઢતા હતાં. આજે સ્નેહાના દીકરાની તબિયત બગડતા સારવાર માટે સસરા પાસેથી નાણાની માંગણી કરતાં સસરાએ બળજબરીપૂર્વક તેમને પાછળથી જકડી લીધા હતા અને બીભત્સ માગણી કરતાં આખરે પુત્રવધુએ અભયમને ફોન કરીને મદદ માંગી હતી. જેથી અભયમની ટીમ ઘટના સ્થળે આવી જઈને બનાવ અંગેની માહિતી લઈને સસરાને કાયદાકીય સમજ આપી હતી અને જણાવ્યું હતું કે, વિધવા પુત્રવધૂ ને દીકરી સમાન રાખવાને બદલે અભદ્ર હરકત શરમજનક કહેવાય પરંતુ તેમને કોઈ અસર ન થતાં નવાપુરા પોલીસ સ્ટેશન માં રજૂ કરવામાં આવ્યાં હતા.
વડોદરામાં પૌત્રની સારવાર માટે નાણાં માંગતા સસરાએ “એક બીજાને સહયોગ આપીશું” તેવું જણાવી હેરાનગતિ કરતા ફરિયાદ
By
Posted on