Vadodara

વડોદરાના સામૂહિક બળાત્કારના મુખ્ય આરોપીને બુરખો પહેરાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

*કામ અપાવવાના બહાને છાણી વિસ્તારમાં લઈ જઈ આધેડ મહિલા પર ત્રણ વિધર્મીએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું
* સમા પોલીસની પૂછપરછમાં આરોપીએ બિન્દાસ્ત રીતે સમગ્ર ઘટના વર્ણવી



કામ અપાવવાનું કહીને 56 વર્ષીય મહિલાને છાણી વિસ્તારમાં અવાવરૂ જગ્યા પર લઇને ત્રણ વિધર્મીએ સામૂહિક રીતે દુષ્કર્મ ગુજાર્યું હતું. દોઢ દિવસ રિમાન્ડ દરમિયાન સમા પોલીસ દ્વારા મુખ્ય આરોપીને બુરખો પહેરાવીને બનાવ સ્થળ પર લઇ જઇ સમગ્ર ઘટનાનું રિન્કન્સ્ટ્રક્શન કરાયું હતું. જેમાં આરોપી પોલીસની પૂછપરછમાં બિન્દાસ્ત રીતે જવાબ આપતો જણાયો હતો.
સમા વિસ્તારમાં રહેતા 56 વર્ષીય આધેડ મહિલાને કામ અપાવવાનું કહીને ત્રણ વિધર્મીઓ દ્વારા રિક્ષામાં અપહરણ કરીને છાણી કેનાલ પાસેની અવાવરૂ જગ્યા પર લઇ ગયા હતા. જેમાં તેના પર વકીલ અહેમદ, સકીલ અહેમદ તથા ચમનખાન પઠાણે સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાની પુત્રીએ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી હતી.વકીલ અહમદના રવિવારે કોર્ટમાં રજૂ કરીને દોઢ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં સોમવારે સમા પોલીસે મુખ્ય આરોપીને સાથે રાખીને દુષ્કર્મની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આરોપીને સ્થળ પર લઇ ગયા બાદ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો. તેની પૂછપરછ કરતા મુખ્ય આરોપીએ બિન્દાસ્ત રીતે જવાબ આપતો જણાયો હતો. જ્યારે અન્ય બે આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા.

Most Popular

To Top