Vadodara

વડોદરાના શાકરદા પાસે ચાલતું ડમ્પર ‘અગનગોળો’ બન્યું: ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ​

અચાનક આગ ભભૂકતા અફરા-તફરી; ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા: વડોદરા નજીક આવેલા શાકરદા ગામ પાસે બુધવારે સવારે એક ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ ડમ્પરમાં આગ લાગતા જ ડ્રાઈવરે સતર્કતા વાપરી નીચે કૂદી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.


મળતી માહિતી મુજબ, ​શાકરદા ગામ પાસેથી પસાર થઈ રહેલા ડમ્પરમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ડમ્પર આગની લપેટમાં આવી ગયું હતું. હાઈવે પર ધુમાડાના ગોટા જોવા મળતા વાહનચાલકોમાં ફાળ પડી હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
​ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે ડમ્પરને મોટું નુકસાન પહોંચ્યું છે.

Most Popular

To Top