વડોદરા: વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરે મંગળવારે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. આગામી દિવસોમાં તહેવારો તથા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવાશે તેમ નવા શહેર પોલીસ વડાએ જણાવ્યુ હતુ.
વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરે ચાર્જ સંભાળ્યો હતો. શહેર પોલીસ ભવન ખાતે આવી પહોંચતા તેમનું પોલીસ બેન્ડ સાથે પોલીસ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતમાં વડોદરા એ મુખ્ય શહેર છે સંસ્કારી નગરી છે અને આજે ત્યાં મારી નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જેની ખુશી છે. આગામી લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સાથે આગામી લોકસભાની ચૂંટણી સુચારુ રૂપ સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ કટિબદ્ધ રહેશે. સાથે જ વડોદરા પોલીસના વિવિધ વિભાગો જેમાં સાયબર ક્રાઇમ સહિત અન્ય વિભાગોમાં આધુનિક સુવિધાઓ સાથે કાયદો અને વ્યવસ્થા થકી ગુનાખોરી પર અંકુશ રાખવા માટે વડોદરા પોલીસ તૈયાર હશે. વધુમાં તેમણે પત્રકારો દ્વારા આગામી તહેવારો સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, રામનવમીના તહેવારે નિકળનારી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા તૈયારીઓ અંગેની બેઠક કરી સમીક્ષા કરવામાં આવશે. સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ઉપરાંત જરૂરી ફોર્સને તહેનાત કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રામનવમી પ્રસંગે શહેરમાં નિકળેલી ભગવાન રામની શોભાયાત્રા પર ફતેપુરામાં હૂમલો થયો હતો જેના કારણે સંવેદનશીલ વિસ્તારમાં તોફાનો થયા હતા ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરને પદભાર સોંપ્યો છે આવતીકાલે રામનવમીની શોભા નિકળનાર છે સાથે જ આગામી 7મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજાવવાની છે જે નવા પોલીસ કમિશનર માટે મોટો પડકાર છે. આજે નવા પોલીસ કમિશનર પોતાનો પદભાર સંભાળ્યા બાદ રામનવમી બંદોબસ્તની રૂપરેખા અંગે સમીક્ષા કરશે અને સંવેદનશીલ વિસ્તારની અધિકારીઓ સાથે મુલાકાત લેશે. આવતીકાલે રામનવમીએ ભગવાનની 36જેટલી શોભાયાત્રા નિકળનાર છે
વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિંહ કોમારે ચાર્જ સંભાળ્યો
By
Posted on