શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર આવેલા એકતા નગરમાં બુધવારે રાત્રે હનુમાન ચાલીસા બંધ કરવા મુદ્દે હિંદુ અને મુસ્લિમ કોમના ટોળા વચ્ચે અથડામણ થઈ હતી. જોત જોતામાં બંને કોમના ટોળાઓ સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થર મારો શરૂ કરી દીધો હતો. જેના પગલે એકતાનગરમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો થાડે પડ્યો હતો. ફરી કોમી છમકલું ન સર્જાય માટે પોલીસ દ્વારા સ્થળ પર કોમ્બિંગ શરૂ કરી દીધું હતું. જોકે પથ્થર મારામાં ત્રણ લોકો ઘવાયા હોય સારવાર માટે એસએસજીમાં ખસેડાયા હતા.
આજવા રોડ પર આવેલા એકતા નગરમાં બુધવારે મોડી સાંજે હનુમાન ચાલીસા બંધ કરવા બાબત હિન્દુ અને મુસ્લિમ લોકોના ટોળા સામસામે આવી ગયા હતા. જોતજોતામાં વાતાવરણ એટલી હદે ગર માયુ હતું કે બંને કોમના લોકોએ સામસામે એકબીજા પર પથ્થર મારો શરૂ કરી દીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે સામ સામે કરાયેલા પથ્થર મારામાં ત્રણ લોકોને ઇજા પહોંચી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ પોલીસે દરમિયાનગીરી કરીને કોમના લોકો વચ્ચે મામલો થાળી પાડ્યો હતો. ઘટનાને પગલે ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એકતા નગરમાં કોમ્બિંગ શરૂ કરી દીધું હતું. જોકે હજુ સુધી પોલીસ દ્વારા કેટલા આરોપીની ધરપકડ કરાય છે તે જાણવા મળ્યું નથી
