Vadodara

વડુ નજીક MGVCLની કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત, બે શખ્સના મોત થયા

પાદરા: પાદરા જંબુસર રોડ પર વડુ નજીક MGVCL ની ઓન ડ્યુટી બોલેરો ગાડી અને એકટીવા ને અકસ્માત થતા બે પાદરા ના ટેલિફોન ઓફિસના કર્મચારીઓ ના મોત નિપજ્યા હતા. જેમાં એક નું ઘટના સ્થળે મોત થયું હતું. બીજા ઇસમનું વડોદરા એસ.એસ.જી માં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી પી.એમ માટે તજવીજ હાથ ધરી હતી. અને નાસી ગયેલ ગાડી ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

પાદરાની ટેલિફોન ઓફીસ માં ફરજ બજાવી કર્મચારી વજેસંગ અદેસંગ પઢીયાર ૪૬ ઉર્ફે જગદીશ તેમજ મોહંમદ હસામૈયા અંસારી ૫૫નાઓ એકટીવા મોટરસાયકલ લઈને પાદરા ટેલિફોન ઓફિસમાંથી વહેલી સવારના ૮:૩૦ કલાકની આસપાસ ટેલિફોન વાયરનું જોડાણ કરવા માટેના જરૂરી સામાન તેમજ કેબલ નું કામ કરવા માટે પાદરા થી વડુ રોડ પર જતાં હતાં. તે દરમ્યાન સવારના ૧૦:૩૦કલાકની આસપાસ MGVCL ની ઓન ડ્યુટી બોલેરો ગાડી ના ચાલકે પાદરા જંબુસર રોડ પર વડુ નજીક એકટીવા મોટર સાયકલનેઅડફેટે લઇ અકસ્માત થતા એક્ટિવાને ૫૦ ફૂટ જેટલા દૂર અંતરે ઘસડી લઇ જતા પાદરાના મુજપુર દરિયાપુરા ગામે રહેતા વજેસંગપઢીયારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે મોહમ્મદ હસામૈયા અન્સારી ને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે વડોદરાનીએસ.એસ.જી હોસ્પિટલ માં ખસેડાયા હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ઉક્ત બનાવની જાણ વડુ પોલીસ ને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરમ્યાન વડુ નજીક લોકટોળાઉમટી પડ્યા હતા. તેમજ ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.

પોલીસે વડુ સરકારી દવાખાને પી.એમ માટેની તજવીજ હાથ ધરી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી MGVCL ઓન ડ્યુટી ના નાસી ગયેલ ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.પાદરા ના ટેલિફોન ઓફીસ માં ભારે શોકાતુર બન્યું હતું. બનેલ બનાવના પગલે ઘટના સ્થળે દરિયાપુરા, મુજપુર, તેમજ ટેલિફોનઓફિસના કર્મચારીઓ સ્વજનો દોડી આવેલ હતા. અને માતમ છવાયેલો જોવા મળ્યો હતો.

Most Popular

To Top