પ્રતિનિધિ વડોદરા તા.16
માણેજામાં આવેલી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયરને ઓનલાઇન માર્ક વર્લ્ડ કંપનીમાં ઇન્વેસ્ટ કરશો તે અગિયાર મહિનામાં ત્રણ ગણા વળતર આપશે તેવી લાલચ આપીને એન્જિનિયર તથા મામા પાસેથી રૂ. 14.44 લાખ પડાવી લીધા હતા. જેની વારંવાર માગણી કરતા ઠગોએ રૂ.બે લાખ પરત કર્યા હતા જ્યારે હજુ 12.44 લાખ બાકી આપતા ન હતા. જેની વારંવાર માગણી કરવા છતાં તેઓ પરત નહી આપી છેતરપિંડી આચરી હતી. જેથી યુવકે હરણી ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરાના હરણી વિસ્તારમાં દિલ્હી પબ્લિક સ્કૂલ પાછળ આવેલા સિદ્ધાર્થ સ્ક્વેરમાં રહેતા મિલનકુમાર મુકુંદભાઈ શાહ માણેજામાં આલી ખાનગી કંપની જી હાઇડ્રો પાવર એરડામાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેમના મિત્ર મનુભાઇ તથા માનવેન્દ્રસિંહ ગોહિલે તેમને વર્ષ 2022માં મળ્યા હતા ત્યારે જણાવ્યું હતુ કે પુણા મહારાષ્ટ્રીની માર્ક વર્લ્ડ નામની કંપનીમા અગિયાર મહિનામાં એકના ત્રણ ગણા રૂપયિયા કરી આપે છે. જેથી તેમના કહેવાથી તેઓએ પાંચ હજાર ડોલરની બે આઇડી ખોલી હતી. તેઓએ તેમની પત્નીના નામે તથા મામા વિનોદભાઇએ પણ આઇડી ખોલાવી હતી. ડીસેમ્બર 2022થી આજ દિન સુધીમાં તેમને માર્ક -વર્લ્ડ કમ્પનીની ઓનલાઈન આઈડીઓ બનાવવા લાલચ આપીને અગીયાર મહીનામાં ઇન્વેસ્ટ કરેલા રૂપિયા ત્રણ ઘણા મળશે તેમ જણાવ્યું હતું. તેમની પાસેથી બસવરાજ હીરોલેની તથા મનુભાઈના એકાઉન્ટમાં રૂ. 4.03 લાખ, રોકડા રૂ.5.41 લાખ તથા માર્ક વર્લ્ડ એપ્લીકેશન દ્વારા ટ્રસ્ટ વોલેટમાં રૂ.5 લાખ બેન્ક દ્વારા ટ્રાન્સફર કરાવી રૂ.14.44 લાખ તેમની પાસેથી પડાવી લીધા હતા. પરંતુ તેને પોતાની સાથે કાઇ અજુગતુ થયો હોવાનો અહેસાસ થયો હતો. જેના કારણે તેઓએ તેના મિત્ર સહિતના લોકોને પરતા આપવી દેવા વારંવાર માગણી કરી હતી. ત્યારે તેઓએ માત્ર બે લાખ પરત આપ્યા હતા. પરંતુ બાકીના રૂ.12.44 લાખ બાકી આપવાના બાકી હતા. જે રૂપિયા પરત આપી દેવા વારંવાર કહેવા છતાં તેઓ પરત કરતા ન હતી. જેથી એન્જિનિયરે ચાર દિનેશ ઉદેસિંહ પરમાર,બસવરાજ હિરોલે,મનુભાઇ છગનભાઇ અને માનવેન્દ્રસિંહ ગોહિલ વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.