સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકાનાં (Waghai Taluka) આંબાપાડા ગામે લાકડા પકડાવી દેવાની બાબતે વન વિભાગનાં (Forest Department) રોજમદાર (Daily Worker) તથા ગામનાં સાત ઈસમો વચ્ચે દંડાવાળી અને હાથાપાઈ થતા સાપુતારા પોલીસની ટીમે બંને પક્ષની ફરીયાદ લઈ સામસામે ગુનો દાખલ કર્યો હતો. વઘઇના આંબાપાડામાં રહેતા સંજય મંગળ અરત જમીને ઘરમાં પત્ની સાથે હાજર હતા. તે દરમ્યાન ગામનાં વન વિભાગનાં રોજમદાર શુકર્યાભાઈ ભગરે નશાની હાલતમાં આવી સંજયની પત્ની સાથે બોલાચાલી કરી કુમારબંધ ફાટક પાસે પીકઅપમાં ભરેલા લાકડા મહેન્દ્રભાઈનાં હતા.
- રોજમદાર તથા ગામનાં સાત ઈસમો વચ્ચે દંડાવાળી
- પોલીસની ટીમે બંને પક્ષની ફરીયાદ લઈ સામસામે ગુનો દાખલ કર્યો
એકબીજાની મદદગારીમાં દંડાવાળી તથા હાથાપાઈ કરી
તેમ જણાવી તમે ખોટા આરોપ લગાવી ગાડી પકડાવી દીધી હોવાનું જણાવી શુકર્યાભાઈએ ગાળા ગાળી કરી ઝાપટ મારી હતી. ત્યારે સંજયભાઇએ પીકઅપ બાબતે કંઈ જાણતા નહીં હોવાનું જણાવી ઉશ્કેરાઈ જઈ લાકડીનાં દંડા વડે માર માર્યો હતો. ત્યારબાદ શુકર્યાભાઈનાં પરિવારજનો લક્ષમણ ભગરે, કાશીનાથ ભગરે, રમીલા ભગરે, સંગીતા ભગરે, રમાબેન ભગરે તથા અનુસૂયાબેન ભગરેએ એકબીજાની મદદગારીમાં દંડાવાળી તથા હાથાપાઈ કરી સંજયભાઈને ઈજા પહોચાડતા સારવાર અર્થે શામગહાન સી.એચ.સી.માં દાખલ કરાયા હતા. સંજયભાઇએ વન વિભાગનાં રોજમદાર શુકર્યાભાઈ ભગરેને કુહાડીનાં દંડા વડે માર મારી ઇજાગ્રસ્ત કરતા સારવાર અર્થે શામગહાન સી.એચ.સીમાં દાખલ થયા હતા. વઘઇનાં આંબાપાડાગામે લાકડા પકડાવી દેવાની બાબતમાં વન વિભાગનાં રોજમદાર અને ગામનાં સાત ઈસમો વચ્ચે દંડાવાળી થતા સાપુતારા પોલીસની ટીમે બંને પક્ષની સામ સામે ફરીયાદ નોંધી આઠ ઈસમો સામે ગુનો નોંધ્યો છે.