વડોદરા, તા. ૪
રાત્રે અગિયાર વાગે તપાસમાં નીકળેલા રેલ્વે અધિકારી દ્વારા કામદારો પાસેથી નાણા ઉઘરાવીને હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે રેલ્વે લીઝ હોલ્ડરો દ્વારા લેખિત રજૂઆત કરીને નિરાકરણ માંગવામાં આવ્યું હતું.
વડોદરા પશ્ચિમ રેલ્વેમાં ટેન્ડર ભરીને લીઝ હોલ્ડર બનેલા ગોપાલ શાહ રેલ્વેમાં માલ – સામન મુકવા માટે મોટી સંખ્યામાં કામદારોને ફરજ પર રાખ્યા છે. તેમજ તમામ કામદારોને આઇકાર્ડ પણ આપવામાં આવ્યું છે. ગત તા. ૨ મેં નારોજ રાત્રી દરમ્યાન ફરજ પર હાજર કામદારોની તપાસણી માટે અલ્પેશ પંચાલ નામના અધિકારી આવ્યા હતા. જ્યાં તેઓએ તમામ પાસેથી આધાર પુરાવાના રૂપે લેબર કાર્ડ માંગ્યું હતું. તમામ કામદારોએ કાર્ડ બતાવવા છતાં પણ તમામ પાસેથી ૩૫૦ રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જે બાબતની રજૂઆત લીઝ હોલ્ડરો દ્વારા આર.પી.એફ.માં આ બનાવ અંગેની જાણ કરીને લેખિતમાં રજૂઆત કરી હતી.