Vadodara

મોગલવાડામાં ઉભરાતી ડ્રેનેજની સમસ્યાનું નિવારણ ક્યારે આવશે ?

વારંવાર ભરાતી ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો થયા પરેશાન


વડોદરા શહેરના મોગલવાડા ખાટકીવાડા ગોશીયા મસ્જિદ પાસે વર્ષોની ડ્રેનેજની સમસ્યા છે. મસ્જિદની ચારે બાજુ વારંવાર ડ્રેનેજનું ગંદુ પાણી ભરાય છે. જે કારણે નમાઝ પઢવા આવતા નમાજીઓને તકલીફ પડી છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકો રહીશોને કોલેરા, મેલેરિયા સાથે રોગચાળો ફાટી નીકળશે તેવો ભય છે. વરસાદી ઋતુમાં પહેલેથી જ વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને તેવામાં શહેરના મોગલવાડા વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણીથી રોગચાળાની સમસ્યા ફરી ઊભી થાય તો નવાઈ નહીં. ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આ વિસ્તારની ડ્રેનેજની સમસ્યા બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોય તેવું જણાઈ આવે છે.

સ્થાનિકોએ જણાવ્યા મુજબ ઘણા સમયથી આ વિસ્તારમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભરાવાની સમસ્યા છે. તેમના દ્વારા વારંવાર વડોદરા મહાનગરપાલિકામાં આ બાબતની ફરિયાદ કરવામાં આવે છે. તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈન સાફ કરવામાં આવે છે પરંતુ ફરીથી એકને એક સમસ્યા ઉભી થતી જોવા મળે છે.

વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે ફક્ત ડ્રેનેજ લાઈન ની સાફ-સફાઈ કરવાથી આ સમસ્યાનું નિવારણ નહીં આવે. અને ડ્રેનેજની પાઇપલાઇન બદલીને નવી લાઈન નાખવી જરૂરી છે. કારણ કે વિસ્તારમાં દરેક નાગરિકોને આ સમસ્યા ના લીધે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અને જો આ સમસ્યાના કારણે લોકો બીમાર થશે તો જવાબદારી કોણ લેશે તેવા સવાલો કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top