Vadodara

માતા જ તેનું લગ્ન નહી કરાવતા હોવાની આશંકાએ વડોદરામાં પુત્રે જનેતાને પતાવી દીધી

પોલીસ દ્વારા પીએમ થયા બાદ અંતિમવિધિ માટે માતાની લાશનો કબજો તેમની પુત્રો સોંપાયો

રોજે રોજ થતી કચકચના કારણે માતાને કાયમી મુક્તિ અપાવી, વારસીયામાં રહેતા પુત્રનું રટણ

વારસિયા વિસ્તારમાં કળીયુગી પુત્ર દ્વારા પોતાની જનેતાની લોખંડના સળિયાનો ઘા માર્યા બાદ માથુ દિવાલમાં પછાડીને હત્યા કરી નાંખવામાં આવતા ચારેકોરથી પુત્ર સામે ફિટકાર વરસી રહ્યો છે. પુત્રે ઘરમાં માતા સાથે વારંવાર થતી કચકચથી કંટાળી તથા માતા તેનું લગ્ન નહી કરાવતા હોવાના વહેમ સહિત અનેક કારણોસર હત્યા કરી હોવાનું રટણ કરી રહ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ બીજો પુત્ર મુંબઇથી આવી જતા પોલીસે લાશનો કબજો તેમને અંતિમવિધિ માટે સોંપ્યો છે.

શહેરના વારસીયા રાધેશ્યામ સોસાયટીની બાજુમાં આવેલી ઓમ સાંઈ રામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન માતા અને પુત્ર ચલાવતા હતા. દુકાનની ઉપર તેઓએ પોતાનું મકાન બનાવ્યું હતું. જે મકાનમાં 60 વર્ષીય કમલારાની અરોરા તથા પુત્ર હિમાંશુ અરોરા રહેતા હતા. પુત્ર દુકાનમાં ઇલેક્ટ્રિક સાધનો રિપેરિંગનું કામ કરતો હતો. 10 માર્ચને રવિવારના રોજ માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પુત્ર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને લોખંડના સળિયા વડે માતાના માથામાં હિંસક હુમલો કર્યો હતો ત્યારબાદ માથુ દિવાલમાં ભટકાવીને માતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.પુત્ર માતાની લાશ પાસે બેસી રહ્યો હતો. જેની જાણ વારસીયા પોલીસને થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પુત્રને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેની ધરપકડ કર્યા બાદ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું મે મારી માતાને મુક્તી આપી છે. ઉપરાત વારંવાર માતા સાથે થતી કચકચ તથા ઘણા વર્ષોથી લગ્ન થતું ન હતું. જેથી તેના જવાબદાર પણ માતાને ગણાવતો હતો. જેથી માતા જાણી જોઇને તેનું લગ્ન નહી કરાવતા હોવાની આશંકા સાથે જનેતાના માથામાં સળિયાનો ઘા માર્યા બાદ ક્રુર રીતે ફરી માથુ દિવાલમા ભટકાવી માતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસ પીએમ થયા બાદ લાશનો કબજો મુંબઇથી આવેલી પુત્રીને અંતિમ ક્રિયા સહિતની વિધિ માટે સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top