વડોદરા માંજલપુર વિસ્તારમાં સ્ટેલા મેરી સ્કૂલમાં ધૈર્ય કુણાલ ચવ્હાણ નામ નો બાળક ભણે છે, જે પોતે ભારતીય આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવાની ઈચ્છા ધરાવતો હતો. પરંતુ સ્ટેલા મેરી સ્કૂલ માં વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ના હોવાના કારણે સ્કૂલ નાં ધાબા પર PT જેવા વિષયો નું આયોજન સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવતું હોય છે. ગુજરાત સરકારના કાયદા મુજબ સ્કૂલ પાસે રમતો માટે મેદાન ના હોય તો કાર્યવાહી કરવામાં આવશે એવી વાત પણ કરવામાં આવી હતી પરંતુ માલેતુજારો રૂપિયા આપીને બધું સેટ કરી દેતા ગંભીર બનાવો થાય છે. થોડા દિવસ પહેલા સ્કૂલ ના ટેરેસ પર સ્કૂલની બેદરકારી ની કારણે બાળક પડી ગયો હતો અને તેના જમણા હાથ ના બે હાડકા તૂટી ગયા હતા, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટે પેરેન્ટ ને ફોન કરવા સિવાય કોઈ પણ કાર્યવાહી કરી નહોતી. ત્યારે બાદ હોસ્પિટલમાં બાળક ની સર્જરી કરવામાં આવી હતી અને તેમાં 50-60 હજારનો ખર્ચો આવ્યો હતો, ધૈર્યના પપ્પા ઝોમેટો માં ડીલીવરીનું કામ કરે છે. હોસ્પિટલ માં ભરવા માટે તેને વ્યાજ પર રૂપિયા લાવ્યા હતા, આજે પ્રાઇવેટ સ્કૂલ બાળકો ના પેરેન્ટ પાસે થી મોટી મોટી ફીસ વસુલ કરે છે પરંતુ કોઈ જવાબદારી લેવા માંગતી નથી, પ્રિન્સિપાલ સાથે હોસ્પિટલ ના ખર્ચ ની વાત કરી તો તેમને તે વાત ફગાવી દીધી હતી. હવે એ પેરેન્ ને ન્યાય મળે તે માટે આવતી કાલે વાલી સ્ટેલા મેરી સ્કૂલ પાસે ધારણા પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી. જ્યાં સુધી ન્યાય નહિ મળે હોસ્પિટલ નો ખર્ચો નહિ આપે ત્યાં સુધી ધારણા કરવામાં આવશે.
માંજલપુરની સ્ટેલા મેરી સ્કૂલમાં ટેરેસ પર રમત રમતા વિદ્યાર્થીનો હાથ તૂટ્યો
By
Posted on