“વંદે માતરમ્ – સ્વર્ણિમ ભારત” કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર મહિલાઓને મળશે સન્માન
પ્રતિનિધિ, વડોદરા
દર વર્ષે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરે બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ 2026ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને યાદગાર બનાવવા માટે “વંદે માતરમ્ – સ્વર્ણિમ ભારત” કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપનાર 26 વિશિષ્ટ નારીઓનું સન્માન કરવામાં આવશે.આ પ્રસંગે અમદાવાદથી પ્રખ્યાત રાજયોગ શિક્ષિકા બી.કે. અમરદીદી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્રની સંચાલિકા બી.કે. ડો. અરુણાદીદીએ જણાવ્યું હતું કે તા. 8 માર્ચે સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલાઓના સન્માનમાં સહભાગી થવા તમામ ભાઈ-બહેનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ આત્મ ચિંતન ભવન, બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે યોજાશે.