પૃથ્વી પર વસતાં જીવત માનવી, પશુ પંખી, તમામનું લોહી તો લાલ જ છે. ઉત્પત્તી સમયે આદમ-ઈવ અને ત્યારપછીના લાખો વર્ષોમાં અદ્યાપી પર્યત લોહીતો લાલ જ. એ રીતે વિચારીએ તો બધા એકજ વંશના. વિકાસ વન્યાવસ્થા, પત્થર યુગથી સલામતી કાજ સમૂહમાં રહેતા માણસ શીખ્યો, હવે તો અવકાશયાત્રા સુધી પ્રગતિ કરી. ચૂંટણી ડોકિયા કહે છે. ધમ પછાડા ચાલુ થઈ ગયા. મોરારજી દેસાઈ સિધ્ધાંત પ્રેમી રાજકારણીને વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કૂલમાં મતદાતા સાથે લાઈનમાં ઊભેલા નજરે નિહાળ્યા છે, એ એકજ ભારતના વડાપ્રધાન પ્રજા માટે જરૂરી ચીજ વસ્તુઓના ભાવ નિયંત્રણ કરી શકેલા. પરંતુ આજકાલ પ્રજા જેનામાં વિશ્વાસ મૂકી ચૂંટે છે તે પાછળથી મતદાતાઓને ઘણીવાર ગણકારતા જ નથી. નજીવી બાબતમાં હત્યા કરવા સુધી પહોંચી જાય. ટેબલ પર વજન કેટલીક જગ્યાએ મૂકો નહિ ત્યાં સુધી કામ થાય જ નહિ, અલબત્ત અપવાદ તો નીકળેજ. ભારતના માજી વિજીલન્સ કમિશ્નર શ્રી એન. વિઠ્ઠલે નોંધ્યું છે. ‘‘ભ્રષ્ટાચારીઓ પણ આતંકવાદી જ છે.’’
સુરત – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોઇ ઉમેરો કરી શકે તેમ નથી
પોલ સાર્ત્રે મહાન નવલકથાકારોમાંના એક તેમણે નોબેલ પ્રાઇઝ લેવાની ના પાડી દીધી હતી. એમણે કહ્યું ‘જયારે હું મારું કામ કરતો હતો ત્યારે મને પૂરતો બદલો મળી ગયો છે. નોબલ પ્રાઇઝ એમાં કોઇ ઉમેરો કરી શકે તેમ નથી. ઉલ્ટાનું તેમને ઉતારી પાડે છે. હું પૂરતો પુખ્ત છું, અને મેં પૂરતો આનંદ માણ્યો છે. મેં જે કર્યું છે તે ખૂબ પ્રેમથી કર્યું છે. તે જ મારો બદલો હતો અને મારે બીજો કોઇ બદલો જોઇતો નથી. કારણ કે મને જે મળ્યું છે તેનાથી વધારે સારું કંઇ હોઇ શકે જ નહીં.’
વિજલપોર- ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.