વડોદરા
એક તરફ મોસમનો પહેલો વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ અકોટા ગામમાં ભારે પવન અને વરસાદ વચ્ચે અચાનક વીજળી પડતા એકનું મોત નીપજ્યું હતું.
ભારે પવન અને વરસાદ વચ્ચે વીજળીના તડાકા ભડાકા ના કારણે નાના બાળકો ભયભીત થયા હતા . સાથે જ અનેક સ્થળે પવનના કારણે વૃક્ષો પણ ધરાસાઈ થયા હતા ત્યારે અકોટા ગામમાં આવેલા ખુલ્લા મેદાનમાં અચાનક જ વીજળી પડતા એક આધેડ વયના પુરુષનું મોત નિપજ્યું હતું. અકોટા ગામમાં આવેલા ખુલ્લા મેદાન પાસે રહેતા શંકરભાઈ મારવાડી (ઉ.વ.57) ના વરસાદ વરસતા વરસાદની મજા માણવા માટે તેઓ ખુલ્લા મેદાનમાં ગયા હતા પરંતુ અચાનક જ વીજળી પડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મોતને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો પરિવારજનો તાત્કાલિક જ તેમને 108 મારફતે સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.