Business

બુટલેગર બાદ હવે કેરિયરે પોશડોડાનો જથ્થો ઘરમાં ભોંયરું બનાવી સંતાડ્યો

ગ્રામ્ય એસઓજીએ વડોદરામાંથી 4.87 લાખના નશાકારક પોશડોડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણની ધરપકડ

ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે પાદરા તાલુકાના સરસવણી તથા નેશનલ હાઇવ 48ની બાજમાં આવેલા રાયકા ગામે કાર- ઘરમાંથી નશાયુક્ત પોશડોડા 55.728 કિગ્રા , કાર, મોબાઇલ અને રોકડ રકમ મળી રૂા.4.87 લાખનો મુદ્દામાલ કબજે ઝડપી પાડ્યો હતો. ગેરકાયેદ માદક પદાર્થ રાખનાર ત્રણ શખ્સોની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે માદક દ્રવ્યોનું છુપી રીતે વેચાણ તથા હેરાફેરી કરાતી હોય છે.ત્યારે ગ્રામ્ય એસઓજી પીઆઇ જે એમ ચાવડાએ વિવિધ ટીમો બનાવીને પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિાયન 11 અને 12 માર્ચના રોજ ટીમને ચોક્કસ બાતમીના આધારે પાદરા તાલુકાના સરસવણી ગામે રહેતો સુરજીતસિંગ ઉર્ફે જીતસિંગ સુખાસિંગ ગેલના ઘરે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી નશાકારક પોશડોડા 2.593 કિગ્રા 8 હજાર 14 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેની પૂછપરછ કરતા પોશડોડા નરેશ બાબુ બારીયા પાસેથી લાવ્યો હતો. જેથી એસઓજીની ટીમે ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નેશનલ હાઇવ 48ની બાજુમાંર રાયકા ગામની સીમમાંથી નરેશ બારીયા તથા દિલીપ સામંતસિહં ચાવડાને ઝડપી પાડ્યા હતા.નરેશ કારની તપાસ કરતા દરવાજાના ડોર સ્ટ્રીપમાં થેલીઓના પોશડોડાનો ભુક્કો 41.445 કિગ્રા મળી આવ્યો હતો. સામંતસિંહના રાયકા ગામની સીમમાં પોલીસ ચોકીની સામે તેના ઘરમાં તપાસ કરતા જમીનમાં ભોયરું બનાવીને સંતાડી રાખેલા 11.690 કિગ્રા પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પાદરા, કાર તથા રાયકાના ઘરના ભાયરામાંથી 55.728 કિગ્રા પોશડોડા, કાર અને રોકડ રકમ મળી 4.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નશાકારક પોશડોડાનું વેચાણ કરનાર સુરજીતસિંગ ઉર્ફે જીતસિંગ સુખાસિંગ, નરેશ બાબુ બારીયા તથા દિલીપી સામંતસિંહ ચાવડાની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે પાદરા તથા ભાદરવા પોલીસને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Most Popular

To Top