વડોદરા : દંતેશ્વર સ્થિત સુખધામ પ્રોજેકટમાં ઠગ બિલ્ડર દર્પણ શાહ આણિમંડળીના િશકાર બનેલા સેંકડો ગ્રાહકો ન્યાય મેળવવા પાણીગેટ પોલીસ મથકે બેથી ત્રણ વર્ષથી ધક્કા ખાય છે છતાં અરજી આધારે તમામ પુરાવા એકત્ર કરતી પોલીસ ફરિયાદ જ નોંધતી નથી.તે જોતા દર્પણ શાહના લાંબા હાથ પાિલકા તંત્ર ઉપરાંત પોલીસ ખાતામાં પણ કેટલા પહોંચી ચૂકયા છે. ગુજરાતના અગ્રણી નેતાઓની છત્રછાયા પોલીસ ખાતામાં પૂરી લાગવગ, સેવાસદનમાં બેસીને મેવા ખાતા પાિલકા તંત્રના ભ્રષ્ટ અિધકારીઓ સાથે મજબુત સાંઠગાંઠ ધરાવતા સુખધામ પ્રોજેકટમાં બિલ્ડર દર્પણ શાહ તેના પિતા હરેશ મુળજીભાઈ શાહ માતા વંદનાબેન શાહ, માજી નગરસેવક હર્ષિત ઈન્દ્રવદન તલાટી, એડવોકેટ, અજય બી.ત્રિપાઠી,શ્વેતાબેન હિરેનભાઈ શાહ, ડો. અનિલ પટેલ,હિરેન બક્ષી સહિતના ભાગીદારો વિરૂધ્ધ ઠગાઈનો ભોગ બનેલા ગ્રાહકોએ સેંકડો અરજી કરી ચૂકયા છે. તપાસ ચાલુ છે ની લોલીપોપ આપીને પાણીગેટ પોલીસ તો ઠીક અિધકારીઓ સુધ્ધા ફરિયાદ નોંધવામાં કયા કારણોસર પાછીપાની કરે છે તે હકિકત જ પોલીસની વિશ્વસનીયતા ઉપર ભારોભાર શંકા વ્યકત કરે છે.
કેટલાક ગ્રાહકોના નાણાંખંખેર્યા બાદ મિલકત આપવી નહીં અને આપી હોય તે મિલકત નાનંબર બદલીને અન્યને પણ વેચાણ દસ્તાવેજ કરી આપીને બેવડી રોકડી કરતા ભેજાબાજો વિરૂધ્ધ પોલીસ કાનૂન પગલા લેવામાં લાંબા અરસાથી અખાડા કરે છે. દારૂ પીધેલા કે ચોરી કરતા આરોપીઓને ગણતરીની પળોમાં ખાખી વર્દીની આડમાં કાયદાનો દંડો વિંઝતી પોલીસ માલેતુજાર િબલ્ડર લોબી સામે આંખ સુધ્ધા ઉઠાવી શકતા ના હોય તેમ તપા ચાલુ છે ની કેસેટ વગાડી રહી છે. લાખો રૂિપયા ગુમાવી ચૂકેલા ગ્રાહકોમાંથી જાણવા મળેલ કે, પોલીસ ફરિયાદ નોંધીને કાનૂની કાર્યવાહી નહીં કરે તો ટૂંક સમયમાં કોર્ટના દ્વાર ખખડાવીને પણ ન્યાય મેળવીને ઝંપીશું કારણ કે, છેતરાયેલા ગ્રાહકોનો આંકડો ત્રણ રકમની ઉપરનો હોવાનું ગ્રાહકોએ જ જણાવ્યું હતું.
5 વર્ષ પૂર્વે સરકારી કર્મીના 10 લાખ લીધા છતાં ફલેટ નહીં
િસંચાઈ વિભાગમાંથી નિવૃત થઈને પોતાના મકાનના સ્વપ્ના જોતા સન્મુખભાઈ ચૌહાણે 2017માં દસ લાખ રૂિપયા ચૂકવીને સુખધામ આશ્રયમાં ફલેટ નંબર:-307 બુક કરાવ્યો હતો. પાંચ વર્ષ નથી ફલેટ મળ્યો કે નથી નાણાં તા. 6-10-2020 ના રોજ પાણીગેટ અરજી કરયા બાદ અંદરખાને પોલીસની ઘોંસ વધી અથવા દરમિયાનગીરી કરી હોય તેમ સિનિયર સીટીઝનને સેંકડો ધક્કા ખાધા બાદ જીવન મરણ સમી મૂડીમાંથી માત્ર 2.50 લાખ બિલ્ડર દર્પણ શાહે પરત કર્યા હતા અને બાકીના નાણાં માટે મૌન સેવી લીધું હતું.
અમદાવાદના નિકિતાબેનને 10.51 લાખનો ચૂનો ચોપડયો
અમદાવાદના શાહપુર પાસે જલકમલ સોસાયટીના નિકિતાબેન પરાગભાઈ પટેલે સુખધામમાં ટાવર-એ માં 501 નંબરનો ફલેટ બુક કરાવીને 10.51 લાખ ચૂકવ્યા હતા. લોકોને ખંખેરવાનો અજબ કિમિયો ધરાવતી બિલ્ડર લોબી વિરૂધ્ધ તા. 29-9-2020ના રોજ અરજી આપી હોવા છતાં બિલ્ડરો સામે આજદિન સુધી ફરિયાદ નોંધાતી નથી. નાણાં મળતા કે નથી મિલકત મળતી ? પોલીસ પ્રજાનો મિત્ર છે કે નહીં પરંતુ માલેતુજારો બિલ્ડર લોબીના તો ચોક્કસ ગાઢ મિત્ર છે.