VMC ફૂડ સેફ્ટી અધિકારીઓનું રાવપુરા ટાવર વિસ્તારમાં નાસ્તાઓની દુકાનમાં આકસ્મિક ચેકિંગ
વગર લાઇસન્સે ચાલતી ગોપાલ નાસ્તા હાઉસ બંધ કરાવાઈ
વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે રાવપુરા ટાવર વિસ્તારમાં નાસ્તા નું વેચાણ કરતા વેપારીઓની દુકાને તેલની તપાસ હાથ ધરી હતી.

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમના ફૂડ સેફ્ટી ઓફિસરે શહેરના રાવપુરા ટાવર વિસ્તારમાં એક જ તેલમાં વારંવાર વાનગીઓ બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સમોસા, ભજીયા વેફર તેમજ અન્ય નાસ્તાનું વેચાણ કરતા વેપારીઓની દુકાને તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં નાસ્તો બનાવવામાં માટે ઉપયોગમાં લેવામાં આવતા તેલની ચકાસણી કરવામાં આવી હતી અને સ્થળ પરત પેલું ચેકિંગ કરી બિન ઉપયોગી તેલનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ગોપાલ ભજીયા હાઉસ પાસે લાયસન્સ નહીં હોવાથી તેની દુકાનને બંધ કરવામાં આવી હતી. ત્યારે ફુડ સેફટી ઓફિસરોના આકસ્મિક ચેકિંગથી વ્યાપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે સોમવારે રાવપુરા ટાવર વિસ્તારમાં કોર્પોરેશનની ફૂડ સેફટી ટીમ દ્વારા જે દુકાનાઓમાં એકના એક તેલનો ઉપિયોગ વારંવાર વાનગીઓ તળવામાં આવે છે. તેના TPC ચેક કરીને જેના TPC 25 કરતા વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છેm જે દુકાન પાસે લાયસન્સ કે રજીસ્ટ્રેશન ન હતું તે દુકાનો બંધ કરાવિ છે અને તેઓએ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી લાયસન્સ લેવા માટે જણાવવામાં આવ્યું છે. દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું છે જેના તેલમાં TPC વધારે હતા તેવા તેલનો નાશ કરવામાં આવ્યો છે જેના લાયસન્સ કે રજીસ્ટ્રેશન નતા તેવી દુકાનોને બંધ કરાવવામાં આવી છે.