Vadodara

પોલીસે જપ્ત કરેલી ટેન્કરોમાંથી એસિડ લીકેજ થતાં તંત્ર માં દોડધામ…

વર્સો પેહલા પકડેલી હતી ટેન્કર

શહેરના માંજલપુર પોલીસે વર્ષો પૂર્વે જ્વલનશિલ કેમિકલ ભરેલી ચોરીની ટેન્કર પકડી હતી. અને મુદ્દામાલ તરીકે તરસાલી ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં મૂકી હતી. જોકે, આ ટેન્કરનો નિકાલ ન થતાં ટેન્કરમાંથી લીકેજ થતા કેમિકલે લોકોની ઊંઘ હરામ કરી છે. મોડી રાત્રે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસે ટેન્કરને કોર્ડન કરીને લીકેજ થતું કેમિકલ બંધ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મકરપુરા પોલીસ મથકના પી.આઈ. વી.એસ. પટેલે જણાવ્યું હતું કે, 2018માં માંજલપુર પોલીસ દ્વારા કેમિકલ ભરેલ ટેન્કર પકડવામાં આવ્યું હતું અને તેને મુદ્દામાલ તરીકે કબજે કર્યું હતું. આ ટેન્કર મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા તરસાલી સરકારી ગોડાઉનમાં મુકવામાં આવ્યું છે. મોડી રાત્રે આ ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતાં આસપાસ રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેન્કરને કોર્ડન કરી લીધી હતી. તે સાથે લીકેજ બંધ કરવા માટે નંદેશરી કેમિકલ એસોસિએશનનો સંપર્ક કરી ટીમ બોલાવી લીકેજ બંધ કરાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લીકેજ થયેલું કેમિકલ જોખમરૂપ નથી. છતાં સાવચેતીના ભાગરૂપે આ ટેન્કરને અન્યત્ર લઇ જવાની કાર્યવાહી ચાલી રહી છે. જપ્ત કરવામાં આવેલા ટેન્કરનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. કોર્ટ કેસનો નિકાલ આવ્યા બાદ ટેન્કરનો નિકાલ થશે. જોકે, નંદેશરી કેમિકલ એસોસિએશન દ્વારા આ ટેન્કરને સલામત સ્થળે લઇ જવાની કાર્યવાહી કરી રહ્યું છે.


મોડી રાત્રે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતાં નજીકમાં આવેલી સોસાયટીઓના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ પણ આ ટેંકરમાંથી કેમિકલ લીકેજ થયું હતું અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મોડી રાત્રે બીજી વખત આ ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતાં સ્થાનિક લોકો હવે આ કેમિકલ ભરેલા ટેન્કરને અન્યત્ર ખસેડવા માટે માગણી કરી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જો આ કેમિકલ ભરેલી ટેન્કરના કારણે ઉંઘ હરામ થઇ ગઇ છે. જોકે, આ ટેન્કરનું કેમિકલ જોખમરૂપ નથી.

Most Popular

To Top