વડોદરા તા.3
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પૂર્વ વડોદરા રણજી પ્લેયર અને કોચ રહી ચૂકેલા તુષાર આરોઠે સહિત ત્રણ જણાની 1.39 કરોડ જેટલી માતબર રકમ સાથે ધરપકડ કરી લીધી છે. આટલી મોટી રકમ પૂર્વ ક્રિકેટરના પુત્ર રીષી આરોઠેએ મોકલી હોવાની માહિતી છે. જેથી એસઓજીઓ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલમાં ક્રિકેટ ફિવર છવાયેલો છે કારણ કે મોટાભાગ લોકો વનડે હોય કે ટી ટ્વેન્ટીની મેચ ચાલતી હોય પરંતુ લાખોનો સટ્ટો રમાતો હોય છે. જેમાં મોટા બુકીઓ વિવિધ આઇડી આપીને ક્રિકેટ પર સટ્ટો રમાડે છે. આઇડીના આધારે સટ્ટો રમતા હોય સટોડિયાઓને પોલીસ પકડી શકતી નથી. રવિવારે એસઓજીની પીઆઇ વી એસ પટેલને બાતમી મળી હતી કે પૂર્વ ક્રિકેટરના પુત્ર અને અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસોમાં સંડોવાયેલા આરોપી રિષી આરોઠે (રહે.જે-1 એપાર્ટેમેન્ટ રોઝરી સ્કૂલ સામે પ્રતાપગંજ)ના ઘરે થેલામાં મોટી માત્રામાં રૂપિયા આવ્યા છે. જેના આધારે એસઓજીની ટીમે રીષી આરોઠેના મકાનમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન મકાનમાં તેના પિતા અને પૂર્વ રણજી પ્લેયર તથા કોચ તુષાર આરોઠે સહિત અન્ય બે શખ્સો વિક્રાંત રાયપતવાર તથા અમિત જળીત હાજર મળી આવ્યા હતા. તુષાર આરોઠે પાસેના થેલામાં તપાસ કરતા 1.01 કરોડ રૂપિયા જ્યારે બે સાગરીતો પાસેથી 38 લાખ પણ મળી આવ્યા હતા. એસઓજી ત્રણ પાસેથી રા. 1.38 કરોડની માતબર રકમ સાથે પૂર્વ ક્રિકેટર સહિત ત્રણ જણાની ધરપકડ કરી હતી. ત્યારે આટલી મોટી ક્રિકેટ સટ્ટાનો આરોપી રીષી ક્યાં લાવ્યો હતો, કેવી રીતે મોકલી હતી તે દિશામાં એસઓજી પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે. એસઓજી પીઆઇ વી એસ પટેલે જણાવ્યું હતું કે રીષી આરોઠેએ કરોડોની રકમ મોકલી હોવાની બાતમીના આધારે અમારી ટીમે તેના ઘરે જઇને તપાસ કરી હતી ત્યારે તુષાર આરોઠ પાસેના થેલામાંથી રૂા.1.01 કરોડ મળી આવ્યા હતા. જેથી પિતા પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે સહિત ત્રણ જણાની ધરપકડ કરી છે. તેના પુત્રની શોધખોળ હાથ ધરી છે. જે મસમોટી રકમ મળી આવી છે તેની તપાસ કરાઇ રહી છે.
પૂર્વ રણજી પ્લેયર અને કોચ તુષારઆરોઠે રૂ. 1.39 કરોડ સાથે ઝડપાયો
By
Posted on