Charchapatra

પંજાબ સરકારનો સરાહનિય નિર્ણય

આમ આદમી પાર્ટીની પંજાબમાં સરકાર બન્યાને તરત જ ભૂતપૂર્વ ધારાસભ્યોને એક કાર્યકાળ માટે રૂ. 75000/-નું પેન્શન અને ત્યાર બાદના કાર્યકાળ માટે 66 ટકા વધારાનું પેન્શન આપવામાં આવતું હતું. આ વધારાનું 66 ટકા પેન્શન રદ્દ કરવામાં આવ્યું છે. જેનાથી કરોડો રૂપિયાની બચત થશે, જે જનતાના કલ્યાણ માટે વાપરવામાં આવશે. પંજાબ સરકારનો લોકકલ્યાણનો આ નિર્ણય ખૂબ જ સરાહનિય છે. મોરારજી દેસાઇ સ્વાતંત્ર્ય સેનાની, સંસદસભ્ય, નાણાંપ્રધાન અને પ્રધાનમંત્રી રહ્યા, તો પણ પેન્શન લીધું ન હતું. જયારે અત્યારે કહેવાતા લોકસેવકો મોટી રકમનું પેન્શન અને અન્ય બેનીફીટો મેળવે છે. સરકારી કર્મચારીઓએ 20 વર્ષ નોકરી કરેલી હોય ત્યારે 58 કે 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળે છે. ધારાસભ્યો અને સંસદસભ્યોને પણ જો 20 વર્ષ બંને સભાસદ મળીને કાર્ય કર્યું હોય તો 60 વર્ષની ઉંમર પછી જ પેન્શન મળવું જોઇએ. એ પણ ટોકન પેન્શન, નહિ કે રૂ. 75000/- કે એથી ય વધારે મસમોટું પેન્શન ધારાસભ્યો અને સંસદસભ્યોને મળતાં પેન્શન અને અન્ય લાભો પુનરવિચારણા માંગે છે. એમાંથી થનાર બચત લોકકલ્યાણ માટે વાપરવાની જરૂર છે.
નવસારી  – દોલતરાય એમ. ટેલર            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top