Vadodara

નશામાં ધુત યુવકે ગુસ્સે થઈને બારી પર મુક્કા મારતા ગંભીર ઇજાને પગલે મોત

ઘરનો દરવાજો ખોલવામાં મોડું થતા યુવક ગુસ્સે ભરાયો અને આખરે જીવ ગુમાવ્યો!

વડોદરા, તા.૨૮

પોર ખાતે રહેતા યુવકને દારૂનું વ્યસન હોવાથી સતત નશામાં રહેતો હતો. ગત નારોજ રાત્રી દરમ્યાન માતા અને અન્ય પરિવારજનો ઘરમાં જમી રહ્યા હતા તે દરમ્યાન તેઓને દરવાજો ખોલવામાં મોડું થતા યુવક ગુસ્સે ભરાઈને ઘરની બારી પર મુક્કા મારીને તેને તોડવાનો પ્રયત્ન કરતા તેને હાથ તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોચતા તેઓને સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જોકે યુવકનું મોત કેવી રીતે થયું તેની ચોક્કસ તપાસ માટે વરણામાં પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી.

પોર ગામમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષીય પ્રિયદત્ત કાવાએ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ પત્ની સાથે ન ફાવતા છેલ્લા બે વર્ષથી બન્ને અલગ રહેતા હતા. એકલવાયા જીવનના કારણે ત્રસ્ત યુવક નશાનો બંધાણી બની ગયો હતો. સતત નશામાં રહેતો હોવાથી તેનો પોતા પર કાબુ રહેતો ન હતો. હત રાત્રી નારોજ નશો કરેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને ઘર ખોલવા માટે પરિવારજનોને જણાવતા પરિવારજનો જમવા માટે બેઠા હોવાથી દરવાજો ખોલવામાં તેમને મોડું થયું હતું જેથી ગુસ્સે ભરાયેલા યુવકે જોરજોરથી મુક્કા મારતા કાચ હાથમાં તેમજ અન્ય ભાગોમાં વાગ્યા હતા. ગંભીર ઇજાને પગલે ઘરમાં જ મોટી માત્રામાં લોહી વહી ચુક્યું હતું. તાત્કાલિક તેને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું

Most Popular

To Top