વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા શહેરના નવલખી કૃત્રિમ તળાવમાંથી આશરે દોઢસો કિલોગ્રામ વજન ધરાવતા કાચબાનુ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને એક કોલ મળ્યો હતો. જેમાં જણાવ્યા અનુસાર શહેરના નવલખી મેદાનમાં પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા નવલખી કૃત્રિમ તળાવમાં કે જ્યાં દશામાં અને શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને હાલમાં અહીં બિલકુલ પાણી નથી, ત્યાં વિસર્જિત મૂર્તિઓ નીચેથી એક મોટો કાચબો બહાર નિકળવા માટે હવાતિયાં મારી રહ્યો છે. જેના પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અભિષેક તથા તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૂર્તિઓ વચ્ચેથી ભારે જહેમત બાદ અંદાજે દોઢસો કિલોગ્રામ વજન ધરાવતા કાચબાનુ રેસ્ક્યુ કર્યું હતું અને બાજુમાં આવેલા વિશ્વામિત્રી નદીમાં તેને સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો.