દેશમાં જે રીતે નુકશાનકારક મતોના તુષ્ટિકરણો કોંગ્રેસ સહિતના સેક્યુલર પક્ષોએ દેશની આઝાદી બાદ ચલાવેલા તેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપકારક વિકાસવાદ અને રાષ્ટ્રવાદ પર ચડાવીને દેશ પર મોટો ઉપકાર કર્યો છે જેના પરિણામે દેશના વિકાસની નીચેની ઘટનાઓ આજે બહાર આવેલ છે. (1) ગાંધીનગરના ગિફ્ટ સિટી દ્વારા આપણો દેશ યુ.એસ. અને યુ.કે.ની જેમ ગ્લોબલ ફાયનાન્સીયલ સેન્ટર બન્યો છે. (2) દેશની અસ્થિરતાનો કપરો સમય પુરો થઈ ગયાનો વિશ્વ વિખ્યાત સંસ્થા મોર્ગેન સ્ટેન્લીનો અભિપ્રાય દેશમાં મંદીની શક્યતા નથી પણ દેશનુ અર્થતંત્ર સૌથી વધુ ઝડપી બની રહેલ છે. (3) પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ છેલ્લા સાત વર્ષમાં દેશમાં બનેલા વિક્રામ સંખ્યા ગણી શકાય એવા 123 લાખ મકાનમાંથી 94 લાખ મકાનો મહિલાના નામે નોંધાયેલા છે.
(4) દેશના વૈજ્ઞાનિકો જુહુ-મુંબઈના દરિયામાંથી યુરેનિયમ છુટુ પાડવામાં સફળ બનેલ છે. દેશના દરિયામાં 4.5 અબજ મેટ્રીક ટન યુરેનીયમ છે જે અણુ વિજળીનો મહત્વનો સ્રોત બની રહેશે. (5) દેશમાં મહિલા પાયલોટની સંખ્યા અમેરિકાથી પણ વધારે છે. અને વિશ્વમાં સૌથી વધુ 12.4 ટકા મહિલા પાયલોટ દેશમાં છે. અમેરિકામાં મહિલા પાઈલોટ કુલ સંખ્યાના 5.5 ટકા છે. (6) આપણા દેશમાં પ્રથમ વખત અમેરીકી જહાજ સમારકામ માટે આવેલ છે જે દેશના શિપયાર્ડની વધતી ક્ષમતા સાબિત કરે છે.
(7) આજે દેશની કંપનીઓ વિદેશીઓની કંપનીઓને હસ્તગત કરી રહી છે. દેશનું માર્કેટ એટલુ વિશાળ બનેલ છે કે વિશ્વની તમામ નામાંકીત બ્રાન્ડ દેશમાં મળી રહેલ છે અને કેટલીક બ્રાન્ડનું તો દેશમાં આજે ઉત્પાદન થઈ રહેલ છે. (8) આપણો દેશ મિસાઈલની હાયપર સોનીક ટેક્નોલોજીમાં આજે અમેરિકાથી પણ આગળ છે અને ચીન સમકક્ષ બનેલ છે. (9) આપણા દેશે અવકાશી યુદ્ધનો સામનો કરવા ભારતીય સ્પેસ કમાન્ડની રચના કરેલ છે. (10) દેશની 50 ટકા ગ્રામીણ વસ્તીની મોટી તાકાતને કારણે આપણો દેશ યુ.એસ., યુરોપ અને ચીન કરતા રોકાણનો એકમાત્ર વિકલ્પ બનેલ છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ . – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે