શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા તાડ ફળિયા ખાતે વડોદરા કાછીયા પટેલ જ્ઞતિ પંચ સમસ્ત સંચાલિત આશરે 154વર્ષજૂના તથા 57વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરાવેલા
શ્રી રામચંદ્ર ભગવાન નો કારતક સુદ એકાદશીના રોજ તુલસી વિવાહનો કાર્યક્રમ રાત્રે 8કલાકે યોજાશે ભગવાન રામચંદ્રજી નો વરઘોડો કારતક સુદ તેરસે નિકળશે જે ભગતસિંહ ચોક થઇ લહેરીપુરા ચાર દરવાજા થી અંબામાતાના મંદિર થી ઇ પરત મદનઝાંપા રોડથી કોઠીપોળ જૂની કાછીયા પોળ ખાતે નિજ મંદિરે આવશે જેમાં એક જ પાલખીમાં ભગવાન શ્રી રામચંદ્રજી તથા કૃષ્ણ ભગવાનને બિરાજમાન કરાવાશે.આ કાર્યક્રમ સ્વ.કનૈયાલાલ શંકરલાલ ગાંધી તથા અમરિષ ગાંધી તરફથી યોજાશે તથા બીજા દિવસે તા.13-11-2024ના રોજ ગુરુવારે બપોરે 12કલાકે ચાંલ્લા વિધિ યોજાશે. સમગ્ર કાર્યક્રમ અંગે ટ્રસ્ટી નારાયણ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
દેવ ઊઠી એકાદશી નિમિત્તે શહેરના રાજમહેલ રોડ પર આવેલ 154વર્ષજૂના રામજી મંદિર ખાતે શ્રી રામજીનો તુલસીવિવાહ યોજાશે..
By
Posted on