Dahod

દાહોદ શહેરમા પીવાના પાણી માટે જનતા વલખા મારી રહી છે



દાહોદ શહેર જિલ્લા મા સરકારની મોટી મોટી ગુલબાંગો પોકળ સાબિત થઈ રહી હોય તેવુ પ્રતીત થાય છે
પાણી માટે ની ચુંટણીના સમયે મોટી મોટી વાતો કરી લોકોને ગુમરાહ કરી પોતાનો એકો સુઘારી વોટ બેંક નો સ્વાર્થ લઇ ગાયબ થઇ જાય છે

હાલ મા સાંસદ ની ચૂંટણી ના સમયે દાહોદ ધારાસભ્ય એ પણ વોટ બેંક સાચવવા જનતા ના ઘરે ઘરે ફરી ખોટા ખોટા આશ્વાસનો આપી ગાયબ થઇ ગયા તેવુ જનતા દવરા જાણવા મળ્યું છે

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે દર વર્ષે આંકરા ઉનાળામાં પાણી માટે ભારે વલખા મારવા પડે છે સરકારની નલ સે જળ યોજના માત્ર ને માત્ર કાગળ પર જ હોવાનું આ ગામ સહિત જિલ્લામાં સામે આવ્યું છે. પાણીની ભાટીવાડા ગામમાં ભારે સમસ્યાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં દર વર્ષે આકરા ઉનાળામાં શહેર સહિત જિલ્લા ના વાસીઓને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દાહોદ જિલ્લાના રાજકીય પક્ષો માત્રને માત્ર ચૂંટણી સમયે જ જાહેરાત લઇ અને જનતા ને લોભામણી જાહેરાતો લઇ જનતા વચ્ચે જોવા મળતા હોય છે અને લોલીપોક આપી ગાયબ થઇ જાય છે જાહેર જનતાની સમસ્યાઓની તેઓ પર કોઈ અસર થતી નથી પોતાનો અંગત સ્વાર્થ જ જોતા હોય છે ચૂંટણી પત્યા પછી એકે નેતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી લુપ્ત થઈ જતા હોય છે અને લોકોની સમસ્યાઓ ઠેરની ઠેર રહી જતી હોય છે. રાજકીય પક્ષોને માત્ર મતો સિવાય કશું જ જોવા મળતું ન હોય તેમ લાગી રહ્યું છે

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે દર વર્ષે ઉનાળામાં ભાટીવાડા ગામના ગ્રામજનો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે ગામમાં માત્ર એક જ કૂવો આવેલ હોવાથી ગામના લોકો પાણી માટે એક કુવા પર નિર્ભર રહેતા હોય છે અને તે પણ કેટલાક લોકો એક કિલોમીટર થી પણ દૂર થી આવી ગ્રામજનો ગામમાં આવેલ કુવા પર પાણી ભરવા આવવા મજબૂર બન્યા છે. ભાટીવાડા ગામમાં નળશે જળ યોજના માત્ર ને માત્ર કાગળ પરજ હોવાનું સામે આવ્યું છે પાણીની સમસ્યાને પગલે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ ચિંતા ના વાદળો ઘેરાયા છે કારણકે પોતાના સ્વજનો સાથે વિદ્યાર્થીઓ પણ પાણી ભરવા જતા હોવાથી તેઓનો અભ્યાસ પર માઠી અસર પડી રહી છે પાણીની સમસ્યાની સાથે સાથે ગામમાં રસ્તાની સુવિધા ના અભાવે પણ ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા ભાટીવાડા ગામમાં પાણીનું સુવિધા ની સાથે સાથે રસ્તાની સુવિધા ની પણ વ્યવસ્થા કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ગ્રામજનોમાં ઉઠવા પામી છે.

Most Popular

To Top