Vadodara

તરસાલી મુક્તિધામ દારૂ પીવાનો અડ્ડો



વડોદરાના તરસાલી મુક્તિધામ માં વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. જ્યાંને ત્યાં કચરાનો ઢગલો અને ગંદકી જોવા મળે છે. મુક્તિ ધામમાં અગ્નિ સંસ્કાર માટે આવેલા સગાંસંબંધી ને બેસવાના બાકડા પણ તૂટી ગયેલા મળે છે. ગરમી માં પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી. સ્મશાનની હાલત ખસતા હાલ જોવા મળી રહી છે. વડોદરા પાલિકા થી જીવતા જીવ વ્યક્તિ ને તો હેરાનગતિ છે જ પરંતુ મૃત્યુ પછી પણ શાંતિ નથી આપી શકતું.
બીજી વાત કરીએ તો અમુક ચોક્કસ લોકો ને લુખ્ખા અને દારૂડિયા માટે તરસાલી મુક્તિ ધામ વરદાન અને સિક્યોર સાબિત થઈ રહી છે. તરસાલી મુક્તિ ધમ માં જ્યા નેવત્યા ઇંગ્લિશ દારૂ અને બોટલો અને દેશી દારુ ની થેલીઓ જોવા મળે છે મતલબ એજ છે કે મુક્તિધામમાં મુક્ત પણે તમે કોઈપણ કામ કરી શકો છો.એ કાનૂની હોય કે ગેરકાનૂની બિન્દાસ પણે દારૂ પીવો જુગાર રમો કોઈ રોકટોક નથી.

Most Popular

To Top