Charotar

ડાકોરમાં પવિત્ર ગોમતીમાં અસંખ્ય માછલીઓના મોતથી અરેરાટી 

999 વીઘામાં પથરાયેલું ગોમતી તળાવ હાલમાં જંગલી વેલ અને ગંદકી દુર્ગંધથી ખદબદે છે 

(પ્રતિનિધિ) ડાકોર તા 28

પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાય મંદિર સામેના ગોમતી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં સમય ડાકોરના નગરજનો અને દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે. એકાએક જ માછલીઓના મોત થવાની ઘટના પગલે જીવદયાપ્રેમીઓએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. 

 યાત્રાધામ ડાકોરમાં હાલમાં ગોમતી તળાવની  ખૂબ દૂર્દશા થઈ ગયેલ છે. જંગલી વેલના કારણે ગોમતીમાં રહેલી માછલીઓને ઓક્સિજન ન મળવાને કારણે મોત થવાની ઘટના બનવા પામી છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોત થવાથી ડાકોર ના રહીશો તેમજ વૈષ્ણવો વ્યથિત થઈ ગયેલ છે.  ગોમતી તળાવ ઉપર દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાંને મૃત હાલતમાં હજારોની સંખ્યામાં માછલીઓને જોઇને આઘાત લાગ્યો હતો. ડાકોર નગરપાલિકા વહેલી તકે મૃત માછલીઓને બહાર કાઢે તેમજ યોગ્ય સાફ સફાઈ માટે સજાગતા રાખે તેવી માંગ કરાઈ છે. હાલમાં ગોમતી તળાવમાં એટલી બધી દુર્ગંધ વધી ગઈ છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યકત કરવામાં આવી છે. 

999 વીઘામાં પથરાયેલુ ગોમતી તળાવ અત્યારે જંગલી વેલ અને ગંદકી દુર્ગંધ મારી રહ્યું છે . જેથી વૈષ્ણવો આચમન  કરી શકતા નથી તેમ કેતનભાઈએ જણાવ્યું  છે.  વર્ષે દહાડે લાખોની સંખ્યામાં વૈષ્ણવ આવે છે ત્યારે હાલમાં ગોમતીની અંદર માછલીઓ મરણ પામવાની ઘટના પગલે લાગણી દુભાય રહી છે‌.

યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ પાલિકા દ્વારા ગોમતી તળાવના  શુદ્ધિકરણ માટેના પગલાં લેવામાં ઠાગાઠૈયા 

ડાકોર નગરપાલિકા દ્વારા રણછોડરાય મંદિર સામે આવેલ ગોમતી તળાવની કોઈપણ પ્રકારની શુદ્ધિકરણ માટે વિચારતી નથી.  તેમ જ તેની સાથે સાથે યાત્રા વિકાસ બોર્ડ દ્વારા પણ ગોમતી તળાવના કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ માટેના પગલાં લેવામાં આવતા નથી . યાત્રાધામ ડાકોરમાં સરકાર દ્વારા હજારો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે.  તેમજ તો પણ ડાકોર નગરપાલિકા તેમજ યાત્રા વિકાસ બોર્ડ કેમ આ બાબતે પૂરતું ધ્યાન આપતી નથી‌  જેથી ડાકોરના રહીશો તેમ જ વૈષ્ણવોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. 

આવનાર સમયમાં જો ગોમતી તળાવનુ શુદ્ધિકરણ નહીં થાય તો ઉપવાસ આંદોલન 

ડાકોર નગરપાલિકાના સત્તાધીશો હજુ પણ અહીંયા ગોમતી તળાવ સથળે આવેલ નથી.  તેમ જ ઠાસરાના મામલતદાર તેમજ ડાકોરના વહીવટદાર તરીકે નિમણૂક કરેલ છે તેઓ પણ ઘટનાસ્થળે આવ્યા નથી. જેથી જનતામાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે. આવનાર સમયમાં જો ગોમતી તળાવ શુદ્ધિકરણ નહીં થાય તો ઉપવાસ ઉપર ઉતરીશું તેમજ મંદિર સામે જ ઉપવાસ ઉપર બેસશુ . તેઓ સંકલ્પ ડાકોરના રહીશો કરેલ છે. ડાકોર ગામમાં જે ગોમતી તળાવ ઉપર માછલીઓના મૃત્યુ થયા છે હજુ પણ ડાકોર નગરપાલિકાના સત્તાધીશો બેદરકારી દાખવી રહ્યા છે. 

Most Popular

To Top