Dabhoi

ડભોઇ સાયન્સ કોલેજ ખાતે પ્રથમ આવતા આદિલ પર અભિનંદનની વર્ષા



ડભોઇ : ડભોઇ ની સાયન્સ કોલેજના ફાઇનલ વર્ષમા અભ્યાસ કરતા તેજસ્વી વિધાર્થી એ 2024 મા ટી.વાય.બી.એસ.સી. ના ફાઇનલ વર્ષની પરીક્ષા આપી હોય ડભોઇ સાયન્સ કોલેજ ખાતે 83 ટકા માર્કસ સાથે પ્રથમ આવ્યો હતો. જ્યારે ગોવિંદગુરુ યુનિવર્સીટીના ટોપટેન વિધાર્થીઓ ની યાદીમા પણ સ્થાન મેળવી ગોલ્ડ મેડાલિસ્ટ થતા ડભોઇ કોલેજ સહીત મનસુરી અને મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારતા કોલેજ ના સંચાલકો સહીત શિક્ષણ વિભાગ અને સમાજના લોકો તરફ થી અભિનંદન ની વર્ષા થવા પામી હતી.
ડભોઇ સાયન્સ કોલેજના ટી.વાય.બી.એસ.સી. મા અભ્યાસ કરતો તેજસ્વી વિધાર્થી નામે આદિલ ઇસ્માઇલભાઈ મનસુરી રહે. સુંદરકુવાએ વિધાર્થી તાજેતર મા વર્ષ 2024/25 માં કોલેજના ફાઇનલ વર્ષની પરીક્ષા આપી હતી.પરીક્ષાનુ પરીણામ જાહેર થતા સાયન્સ કોલેજ ડભોઇ ખાતે 83 ટકા સાથે પાસ થતા પ્રથમ આવી ગોલ્ડ મેડાલિસ્ટ થવા પામ્યો હતો.જ્યારે કોલેજ સંલગ્ન ગોવિંદગુરુ યુનિવર્સીટીના ટૉપ ટેન તારલાઓ મા પણ આદિલ મનસુરીએ ક્રમાક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડાલિસ્ટ થતા ડભોઇ કોલેજ પ્રમુખ શશીકાંતભાઇ પટેલ ટ્રસ્ટી મંડળ તેમજ પ્રિંસિપાલ સુનીલભાઈ પટેલ સહીત સાયન્સ કોલેજ ના સમગ્ર સ્ટાફે વિધાર્થીને કોલેજ નુ ગૌરવ અને નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મનસુરી સમાજ અને સમગ્ર મુસ્લિમ સમાજ નુ ગૌરવ વધારતા અભિનંદનની વર્ષા થવા પામી હતી.

Most Popular

To Top