ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે માધવાનંદ આશ્રમમા મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા કિશોરીઓ ને પગભર કરવા, સ્ત્રી સશકતિકરણ, મહિલા સ્વાવલંબન, બેટી બચાવો, બેટી પઢાઓ, સહિત મહિલા જાગૃતિ અંગેના મુદ્દાઓ પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમા મોટી સંખ્યામા તરુણ અવસ્થાએ પહોંચેલી કિશોરીઓ ખાસ હાજર રહી હતી.

રાજ્ય સરકાર ના મહીલા બાળ કલ્યાણ વિભાગ અંતરગત ચાલતા મહિલા સહાયતા કેન્દ્રના કાઉંસિલર શોભનાબેન ચૌધરી અને હંસાબેને ચાંદોદna માધવાનંદ આશ્રમ ખાતે બાલિકા પંચાયત સદસ્યો (તરુણીઓ) સાથે સમાજમા મહિલાઓનુ યોગદાન, સ્ત્રી સશક્તિકરણ, બેટી બચાવો, બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન સહિતના મુદ્દાઓ અંગે જાગૃતિ આણવાના આશય સાથે સંવાદ કાર્યક્રમનુ આયોજન કર્યું હતુ.જેમા મહિલા સહાયતા કેન્દ્રના કાઉંસિલર શોભનાબેન ચૌધરી એ કાર્યક્રમ મા ઉપસ્થિત કિશોરીઓને સરકારની યોજનાઓ ,કન્યા કેળવણી અને મહિલાની સલામતી માટે સરકારે ઉભી કરેલી સુવિધાઓ, સ્ત્રી સંગઠનોના સેવાકાર્યો, બાળ અત્યાચારના રક્ષણ માટે હેલ્પલાઇન 1098, મહિલાની મદ્દદ માટે 181,પોલીસ સહાયતા માટે 100,નંબર ડાયલ કરવા સહિત ખુબજ ઝીણવટ પુર્વકની અગત્યની સરળ સમજ આપી હતી.એટલુજ નહી કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલી કિશોરીઓને ટોપી,બેઝ, મગ ગીફ્ટમા આપી પ્રોત્સાહીત કરી હતી.
સઈદ મનસુરી ડભોઇ (ફોટો)
